NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ચેમ્પિયન્સ ટ્રોફી માટે આઈસીસી દ્વારા ૧૩.૫૦ કરોડ ડોલરનું બજેટ

ચેમ્પિયન્સ ટ્રોફી માટે આઈસીસી દ્વારા ૧૩.૫૦ કરોડ ડોલરનું બજેટ

 | 4:32 am IST

નવી દિલ્હી, તા. ૩

આઈસીસી દ્વારા આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનના ખર્ચ પેટે લગભગ ૧૩.૫૦ કરોડ ડોલરનું બજેટ ફાળવવાનો નિર્ણય કરાયો છે. આઈસીસીના આ નિર્ણયને લઈ બીસીસીઆઈએ નારાજગી દર્શાવી છે. ભારતમાં ગત માર્ચ-એપ્રિલમાં યોજાયેલા ટી-૨૦ વર્લ્ડ કપના આયોજન માટે આઈસીસી દ્વારા ચાર કરોડ ૫૦ લાખ ડોલર આપ્યા હતા જ્યારે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને ભારતને અપાયેલી રકમ કરતાં ત્રણ ગણી વધારી દીધી છે.

આઈસીસીના આ નિર્ણયને લઈ બીસીસીઆઈના ઘણા અધિકારીઓ હેરાન છે. બ્રિટનમાં ૧૯ દિવસ ચાલનારી ચેમ્પિયન્સ ટ્રોફીના બજેટમાં ધરખમ વધારો કરાયો છે અને આ ટૂર્નામેન્ટમાં ૧૫ મેચ જ રમાનાર છે. તેની વિપરીત ભારતમાં ટી-૨૦ વર્લ્ડ કપ ૨૭ દિવસ ચાલ્યો હતો અને આ દરમિયાન ૫૮ મેચ (૩૫ પુરૂષ અને ૨૩ મહિલા મેચ)નું આયોજન કરાયું હતું. એવી પણ ચર્ચા છે કે, આઈસીસી લંડનમાં એક કાર્યાલય બનાવવા જઈ રહ્યું છે. જેને ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ ઔઇસીબીને સોંપી દેશે.

આઈસીસીએ ગત મે-જૂન મહિનામાં એડિનબર્ગમાં યોજાયેલા આઈસીસીના વાર્ષિક સંમેલન વખતે સમીક્ષા માટે ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૧૭નું ડ્રાફ્ટ બજેટ પોતાના સભ્યોને સોંપ્યું હતું. આ અંતર્ગત બીસીસીઆઈએ આઈસીસીને પત્ર લખી બજેટ પર આશંકા વ્યક્ત કરી છે અને મુદ્દે છ અને સાત સપ્ટેમ્બરે દુબઈમાં આઈસીસીના મુખ્ય કાર્યકારીઓની બેઠક વખતે ચર્ચા થવાની આશા છે. બીસીસીઆઈના સિનિયર અધિકારીના મતે આઈસીસીનો આ નિર્ણય ખરેખર  ઔઆૃર્યજનક છે.