Chanakya Neeti these Things You Should Never Tell Anyone
  • Home
  • Astrology
  • ભૂલથી પણ ક્યારેય આ લોકો સામે ન કરશો મનની વાત, બીજાનું દુઃખ આ લોકો નથી સમજી શકતા

ભૂલથી પણ ક્યારેય આ લોકો સામે ન કરશો મનની વાત, બીજાનું દુઃખ આ લોકો નથી સમજી શકતા

 | 2:22 pm IST

ચાણક્યે પોતાની નીતિઓમાં અનેક એવી વાતો જણાવી છે કે જે જીવનમાં અપનાવીને આપણે સુખી થઈ શકીએ છીએ. જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન કરી શકાય છે. આચાર્ય ચાણક્યે કહ્યું છે કે કેટલાંક લોકો એવા હોય છે જે અન્યનું દુઃખ નથી સમજી શકતાં.

આ પણ વાંચો: બુધ ફરીને આવી રહ્યો છે વૃશ્ચિકમાં, વર્ષના અંતે આ રાશિને કરાવશે સૌથી વધુ ફાયદો

આચાર્ય કહે છે કે આવા લોકો જો કોઈના દુઃખમાં ભાગીદાર ન થઈ શકે તો કોઈના પર હસવું પણ ન જોઈએ. એવું માનવામાં આવે છે કે એવા લોકોમાં દયાની ભાવના ન હોય તો અન્ય કોઈની પીડા કે દુઃખને સમજી શકતાં નથી. આવા લોકોની સામે પોતાનું દુઃખ ક્યારેય જાહેર ન કરવું જોઈએ.

ચાણક્ય અનુસાર આવા લોકો ઉપરાંત અગ્નિ અને કાંટો પણ કોઈની પણ પીડાં નથી સમજી શકતાં. આચાર્ય ચાણક્ય અનુસાર બુદ્ધિમાન લોકોને એ વાતની જાણ હોવી જોઈએ કે એવું ક્યું દુઃખ સમજી શકાય છે અને ક્યું નહિં. એ જાણીને તે પ્રમાણે વ્યવહાર કરવામાં આવે. કારણ કે જે લોકો કોઈના દુઃખને નથી સમજી શકતાં, તેમની સામે પોતાની પીડાંને જાહેર કરવાથી કોઈ ફાયદો નથી થતો.

શ્લોકઃ
રાજા વેશ્યા યમશ્ચાગ્નિ તસ્કરો બાલયાચકૌ |
પરદુઃખં ન જાનન્તિ અષ્ટમો ગ્રામકંટકઃ ||

ચાણક્યના આ શ્લોકમાં જણાવાયું છે કે રાજા, વેશ્યા, યમ, અગ્નિ, ચોર, બાળક, યાચક અને કાંટો આ 8 કોઈની ભાવનાઓને નથી સમજતાં. તેમને કોઈના પણ દુઃખ અને પીડાથી કોઈ મતલબ નથી હોતો. કહેવાય છે કે એની સામે પોતાની પીડાં અને દુઃખ જણાવવાથી કોઈ ફાયદો નથી હોતો. રાજા હમેંશા પોતાના નિયમો અને સત્યને જોઈને જ સૌની સાથે ન્યાય કરે છે. પણ તે કોઈના દુઃખને નથી સમજી શકતાં.

એક વેશ્યા પણ હમેશા પૈસાથી જ મતલબ રાખે છે. જ્યારે યમ કોઈની પીડા નથી સમજતાં. જો કોઈની પીડાં તે સમજશે તો પછી કોઈનું મૃત્યુ જ નહિં થાય. અગ્નિનું કામ હોય છે કોઈને બાળવું. તો તે તેની પીડાં સમજે નહિં. ચોર પણ કોઈની પીડા નથી સમજતું. બાળકની બુદ્ધિ ઓછી હોય છે તેથી તે પણ અન્ય કોઈની પીડાં અને ભાવનાઓ સમજી શકતું નથી.

આ વીડિયો જુઓ: જાણો પાર્વતીનંદન અને હનુમાનજી વચ્ચે થયેલા યુદ્ધમાં કોની થઈ જીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન