chanakya Niti: if these three things not have then man will be very unhappy
  • Home
  • Astrology
  • ચાણક્ય નીતિઃ આ ત્રણ ચીજોથી પુરુષો થાય છે અતિ દુઃખી, તમે પણ માનશો

ચાણક્ય નીતિઃ આ ત્રણ ચીજોથી પુરુષો થાય છે અતિ દુઃખી, તમે પણ માનશો

 | 5:01 pm IST

સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને સામ્રાજ્યના સલાહકાર એવા ચાણક્ય દ્વારા લખવામાં આવેલા નીતિ ગ્રંથમાં એવા અનેક ઉલ્લેખ છે કે જે સચોટ વાત રજૂ કરે છે. સામાન્ય રીતે ભાગ્ય એ જીવનનો આધાર હોય છે. જો ભાગ્ય સારું તો જીવન સારું અને જો ભાગ્ય ખરાબ તો જીવન મુશ્કેલ. જો કે આમછતાં અનેક લોકો સામા પ્રવાહે ચાલીને પણ સફળ નિવડ્યાં હોવાના દાખલા છે. બસ તેની પાસે આ ત્રણ ચીજો હોવી જોઈએ. જો આ ત્રણ ચીજો ન હોય તો પુરુષો અતિ દુઃખી થઈ જાય છે. આવો આ જાણીએ એક શ્લોક થકી….

વૃદ્ધકાળે મૃતા ભાર્યા બંધુહસ્તે ગતં ધનમ્  |
ભોજનં ચ પરાધીનં ત્રયઃ પુંસાં વિડમ્બનાઃ ||

આચાર્ય ચાણક્ય પોતાના શ્લોકના માધ્યમથી કહે છે કે જ્યારે પુરુષ અને સ્ત્રીના લગ્ન થાય છે અને પૂરું જીવન સાથે રહે છે. પણ સૌથી વધું જરૂરિયાત પતિ અને પત્નીને એકબીજાની વૃદ્ધાવસ્થામાં હોય છે. જો વૃદ્ધાવસ્થામાં પત્નીનું મૃત્યુ થઈ જાય તો સૌથી મોટું કષ્ટદાયક હોય છે. કારણ કે  વૃદ્ધત્વમાં પત્ની જ કામ આવે છે અને ખ્યાલ રાખે છે.

શ્લોકમાં આગળ કહેવાયું છે કે જો તમારું ધન બીજાના હાથમાં ચાલ્યું જાય તો પણ ભારે કષ્ટદાયક હોય છે. કારણ કે ગયેલું ધન અવસર પર કામ નથી આવતું. ખરાબ સમયમાં ધન ન હોય તો મારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી આપણી પાસે ખરાબ સમય માટે પૂરતું ધન હોય તો જો બીજાને ધન દેવું જોઈએ. આ વાત શુક્રનીતિમાં પણ કહેવાયી છે.

શ્લોકમાં આગળ કહેવાયું છે કે જ્યારે જમવા માટે પરાધીનતાનો સામનો કરવો પડે તો એ વ્યક્તિ માટે અતિ દુષ્કર હોય છે. તેનાથી પુરુષે વિશેષ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ચાણક્ય નીતિ સુખી થવાની ગુરુ ચાવી છે. અપનાવો જીવનમાં ચાણક્યની આ ઉમદા વાતો.

ચાણક્ય નીતિમાં એમ પણ કહેવાયું છે કે જે વ્યક્તિ પરમાત્મા સુધી પહોંચવા માંગે છે તેણે વાણી, મન અને ઈન્દ્રિયોની પવિત્રતા તેમજ એક દયાળુ હૃદયની આવશ્યકતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન