ચાણક્ય નીતિ: આવી સ્ત્રીઓ સાથે સમજી વિચારીને કરજો લગ્ન, નહીં તો પેટ ભરીને પસ્તાશો - Sandesh
  • Home
  • Astrology
  • ચાણક્ય નીતિ: આવી સ્ત્રીઓ સાથે સમજી વિચારીને કરજો લગ્ન, નહીં તો પેટ ભરીને પસ્તાશો

ચાણક્ય નીતિ: આવી સ્ત્રીઓ સાથે સમજી વિચારીને કરજો લગ્ન, નહીં તો પેટ ભરીને પસ્તાશો

 | 11:46 am IST

આચાર્ય ચાણક્ય જીવન દર્શનના મહાન પંડિત મનાય છે. તેમણે પોતાના જીવનમાં જે તમામ અનુભવ કર્યા તેના અંગે ચાણક્ય નીતિમાં નોંધ્યું છે. તેમણે પોતાની બુદ્ધિ અને ક્ષમતાના બળ પર ભારતીય ઇતિહાસની ધારાને બદલી દીધી. આચાર્ચ ચાણક્યએ પોતાની નીતિમાં મહિલાઓ અંગે ઘણું બધું જણાવ્યું છે. જેમકે તેમનો સ્વભાવ અને તેમની વિચારસરણી અને તે કેવા પ્રકારનો વ્યવહાર કરે છે. તો આવો જાણીએ કે તેમણે મહિલાઓ અંગે કંઇ નીતિ અંગે જણાવ્યું છે.

ચાણક્યના મતે એવી કેટલીક મહિલાઓ હોય છે જેમને પુરુષો સાથે લગ્ન કરવા જોઇએ નહીં. સ્ત્રીઓની સુંદરતા જ બધુ નથી હોતું જો કોઇ પુરુષ માત્ર સુંદરતાના આધાર પર જ તેને લગ્ન કરી લે છે તો બની શે કે તેને પાછળથી પસ્તાવું પડે, કારણ કે સુંદર કાયા હોવા છતાંય બની શકે કે તેનું મન કાળું હોય.

ચણાક્ય એ કહ્યું કે સારા સંસ્કારોવાળી મહિલા ઘરને સ્વર્ગ બનાવી દે છે પરંતુ ખરાબ સંસ્કારોવાળી સ્ત્રી પરિવારમાં તણાવ પેદા કરવાનું કારણ બની શકે છે. આથી આવી સ્ત્રી સાથે લગ્ન કરવાથી બચવું જોઇએ.

જે મહિલાઓ લગ્ન બાદ સંબંધોને હંમેશા તોડવાની વાત કરી હોય, આવી સ્ત્રી પરિવાર અંગે હંમેશા નકારાત્મક વિચાર ધરાવી પરિવારને દુ:ખ પહોંચાડે છે આથી આવી મહિલાઓથી બચીને રહેવું જોઇએ.

આચાર્ય ચાણક્યના મતે મોટાભાગની મહિલાઓમાં ધન પ્રાપ્ત કરવાની લાલચ વધુ હોય છે. તેને ધન અને સોનાના ઘરેણાંના પ્રતિ ખાસ્સો પ્રેમ હોય છે. ધનની લાલચમાં કેટલીક સ્ત્રીઓ સાચા-ખોટા ભેદને ભૂલી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન