ચાણક્ય પર બની રહેલી ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય પાત્ર ભજવશે - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ચાણક્ય પર બની રહેલી ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય પાત્ર ભજવશે

ચાણક્ય પર બની રહેલી ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય પાત્ર ભજવશે

 | 4:37 am IST

ઐતિહાસિક પાત્રોને કેન્દ્રમાં રાખી અનેક હિન્દી ફિલ્મો બની રહી છે. એમાં ઓર એક ફિલ્મનો ઉમેરો થઈ રહ્યો છે. ભારતીય ઇતિહાસના મહાન વિદ્વાન ‘ચાણક્ય’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ છે, જેમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકા ભજવશે.  આ વાતની જાણકારી ખુદ અજય દેવગણે ટ્વિટર દ્વારા આપી હતી. નીરજ પાંડે દિગ્દર્શિત ફિલ્મનું નિર્માણ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ કરશે. આ ફિલ્મમાં અજય અને નીરજ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. જોકે ફિલ્મ ક્યારે રિલીઝ થશે અને અજય દેવગણ સિવાય બીજા કયા કલાકાર હશે એની જાહેરાત હજુ કરાઈ નથી.  અજય દેવગણે અગાઉ ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું.