ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ અંગત મોજશોખ માટે લાખો રૂપિયાનો કર્યો ધુમાડો - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ અંગત મોજશોખ માટે લાખો રૂપિયાનો કર્યો ધુમાડો

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ અંગત મોજશોખ માટે લાખો રૂપિયાનો કર્યો ધુમાડો

 | 5:16 pm IST

ગુજરાત યુનિવર્સિટીના વધુ એક કુલપતિ વિવાદમાં સપડાયા છે. પૂર્વ કુલપતિ સ્વીમીંગ પુલ બાંધવાને લઈ વિવાદમાં સપડાયા હતા ત્યારે હાલના કુલપતિ હીમાશું પંડ્યાએ પોતાના માટે સ્પેશીયલ લીફ્ટ નાંખતા વિવાદમાં સપડાયા છે. યુનિવર્સિટી ટાવરમાં લીફ્ટ હોવા છતાં કુલપતિઓ પોતાના માટે લાખો રૂપિયાના ખર્ચે નવી લીફ્ટ નાંખી છે. કુલપતિએ પોતાની અંગત સેફ્ટી માટે યુનિવર્સિટીના હેરીટેજ બિલ્ડીંગમાં તોડફોડ કરી કેપશ્યુલ લીફ્ટ નંખાવતા વિવાદ ઉદ્ભવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાશું પંડ્યા લીફ્ટને લઈને વિવાદમાં સપડાયા છે. યુનિવર્સિટીના ટાવરમાં કુલપતિ માટે ખાસ લીફ્ટ નાંખવામાં આવતાં વિવાદ થયો છે. યુનિવર્સિટી ટાવરમાં એક લીફ્ટ હોવા છતાં કુલપતિ માટે અલગથી પ્રાઈવેટ લીફ્ટ નાંખવામાં આવી રહી છે. અત્યાર સુધીના તમામ કુલપતિ ટાવરમાં રહેલી લીફ્ટનો જ ઉપયોગ કરતાં હતા. કારણ કે ટાવર માત્ર એક જ માળનું છે. અને લીફ્ટનો ઉપયોગ માત્ર કુલપતિ જ કરતાં હતા. પરંતુ હાલના કુલપતિએ એક લીફ્ટ હોવા છતાં બીજી પર્સનલ લીફ્ટ નાંખતા વિવાદ થયો છે. વિદ્યાર્થીઓના લાખો રૂપિયાના ખર્ચે કુલપતિ પોતાની મોજશોખ માટે આ લીફ્ટ નાંખવામાં આવી હોવાનો વિદ્યાર્થી સંગઠનોએ આક્ષેપ કર્યો છે. કુલપતિએ પોતાની ચેમ્બરમાંથી પાછલા દરવાજેથી નીકળી શકાય તે માટે સ્પેશીયલ લીફ્ટ નાંખી હોવાનો વિદ્યાર્થી સંગઠનોએ આક્ષેપ કર્યો છે.

યુનિવર્સિટીમાં અનેક વખત કુલપતિને ભાગવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે વિદ્યાર્થી સંગઠનોનો આક્ષેપ છે કે કુલપતિને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ ના આપવો પડે અને કુલપતિ પાછલા દરવાજેથી ભાગી શકે તે માટે આ લીફ્ટ નાંખવામાં આવી છે. આ લીફ્ટનો ઉપયોગ માત્ર કુલપતિ અને રજીસ્ટ્રાર જ ઉપયોગ કરી શકે છે. કુલપતિની ચેમ્બરમાંથી લીફ્ટમાં જવા માટે ખાસ ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરીમાં જવા માટે કુલપતિની ચેમ્બરમાં વિશેષ દરવાજો પણ નાંખવામાં આવ્યો છે. કુલપતિની ચેમ્બરમાંથી એન્ટી ચેમ્બરમાં થઈ ગેલેરીમાંથી લીફ્ટ સુધી જઈ શકાય છે. આ લીફ્ટનો દરવાજો ટાવરના પાછળના દરવાજાની બહારની સાઈડ રાખવામાં આવ્યો છે. આમ ટાવરનો દરવાજો બંધ હોય તો પણ કુલપતિ આ લીફ્ટની મદદથી પોતાની ચેમ્બરમાં જઈ શકે છે અને ચેમ્બરમાંથી બહાર નીકળી શકે છે. આ અંગે કુલપતિએ જણાવ્યું હતું કે ટાવરમાં એક જ લીફ્ટ હતી માટે સેફ્ટી માટે આ લીફ્ટ નાંખવામાં આવી છે.

મહત્વનું છે કે પૂર્વ કુલપતિ આદેશ પાલે પોતાની ઐયાશી માટે કુલપતિના બંગ્લામાં સ્વીમીગ પુલ બાંધવાનો નિર્ણય કરતાં વિવાદમાં સપડાયા હતા… ત્યારે હાલના કુલપતિએ સેફ્ટીના બહાને પોતાના માટે પર્સનલ લીફ્ટ નાંખતા વિવાદ થયો છે.