ચાંદામામાની કેટલીક 'ખાનગી' વાતો - Sandesh
  • Home
  • Kids Corner
  • ચાંદામામાની કેટલીક ‘ખાનગી’ વાતો

ચાંદામામાની કેટલીક ‘ખાનગી’ વાતો

 | 12:07 am IST

ચંદ્ર આપણા માટે અજાણ્યો નથી. અંધારી રાતે સરસ પ્રકાશ વેરતો ચંદ્ર સૌને પ્યારો અને પોતીકો લાગે. એટલે જ તો બાળકો માટે એ ચાંદામામા છે. આ ચંદ્ર વિશે કેટલીક રસપ્રદ અને ઓછી જાણીતી એવી ભૌગોલિક અને સાંસ્કૃતિક વાતો સોની બીબીસી અર્થના વન્ડર્સ ઓફ ધ મૂન નામની શ્રેણીમાં દર્શાવવામાં આવે છે. માહિતીનો આ ખજાનો દુનિયાભરના વિજ્ઞાનીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને ચંદ્રપ્રેમીઓ પાસેથી એકઠો કરવામાં આવ્યો છે.

ચંદ્ર પૃથ્વીની ફ્રતે એકદમ ગોળ શેપમાં નથી ફ્રતો. તેની લંબગોળાકાર ભ્રમણકક્ષાના અમુક તબક્કે તે પૃથ્વીથી વધુ દૂર હોય છે અને અન્ય તબક્કે નજીક હોય છે. તે સૌથી દૂર ૪૦,૫૦૦ કિ.મી.ના અંતરે હોય છે. એ જ્યારે પૃથ્વીથી સૌથી નજીક (શરદ પૂનમની રાતે) હોય છે ત્યારે તે ખૂબ મોટો અને ચમકતો દેખાય છે. એટલે એને અંગ્રેજીમાં સુપરમૂન તરીકે ઓળખવામાં આવે છે.

  • પૃથ્વી આસપાસ ચંદ્રનો માર્ગ દરેક મહિને સહેજ બદલાય છે. ક્યારેક ચંદ્ર સીધો જ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે ત્યારે તે સૂર્યપ્રકાશ રોકીને પૃથ્વી પર પડછાયો ફેલાવે છે. આ પ્રક્રિયાને સંપૂર્ણ ચંદ્રગ્રહણ કહેવાય છે. અમુક લોકો એવું માને છે કે નરી આંખે ચંદ્રગ્રહણ ન જોવું જોઈએ, પરંતુ અમુક લોકો આ ગ્રહણ પૃથ્વીના જે ભાગ પરથી સૌથી સારી રીતે જોઈ શકાય ત્યાં પહોંચી જતા હોય છે.
  • કેટલીક વાનગીઓ ચંદ્ર સાથે સંકળાયેલી હોય છે. જેમ કે, હોંગકોંગમાં પાનખરની સીઝન વખતે મૂન કેક નામની વાનગી ખાવાની પરંપરા છે. ચંદ્ર જેવી ગોળ અને નારંગી રંગની મૂન કેક ખાઈને લોકો ફૂલ હારવેસ્ટ મૂન (પાક ઉતારવાની સીઝનના પૂર્ણ ચંદ્ર)ના આગમનને વધાવે છે.
  • શું તમે ક્યારેય સ્ટેન્ડિંગ વેવ (ઊભા મોજા) વિશે સાંભળ્યું છે? યુકેમાં બિચીસ અને વ્હેલ્પ્સ રોક્સ ખાતે સમુદ્ર પર ચંદ્રનો પ્રભાવ એટલો પ્રબળ હોય છે કે દરેક સેકન્ડે ખડકો પર લગભગ અઢી લાખ ટન જેટલું પાણી દોડી આવીને એક ઊંચી લહેર રચે છે. આ લહેર ૭ મીટરની ઊંચાઈને આંબે છે અને થોડી વાર સુધી નીચેથી સતત ઉમેરાતા પાણીને લીધે લહેર તેની ઊંચાઈને જાળવી રાખે છે. પરિણામે એવું લાગે જાણે લહેર સ્થિર થઈ ગઈ છે. ચંદ્રને લીધે રચાતું આ ઊભું મોજું કુદરતની એક જોવાલાયક અજાયબી છે.
  • બ્રિટનના ઉત્તર સમુદ્રકાંઠાનો કાદવનો પટ પક્ષીઓ માટે સૌથી પોષક ખોરાક પૂરો પાડતો એરિયા છે. હિજરત કરતા પક્ષીઓ તેમના પ્રવાસ દરમિયાન ખાવા માટે અહીં રોકાય છે. આ આખી વાતમાં ચંદ્રની ભૂમિકા મહત્ત્વની છે. ઉત્તરીય સમુદ્ર પરની ચંદ્રની અસરને લીધે જ્યારે ભારે ઓટ આવે છે ત્યારે દરિયાનો કાદવીયો પટ ખુલ્લો થઈ જાય છે, જેમાંનો પૌષ્ટિક આહાર પક્ષીઓ પ્રેમથી આરોગે છે. પછી ચંદ્રના આગમન સાથે ભરતી પાછી આવે છે અને પટ ફ્રી ડૂબી જાય છે. ‘ડાઈનિંગ ટેબલ’ ભરતીના પાણીથી ઢંકાઈ જતાં પક્ષીઓ ત્યાંથી ઊડીને આગળ નીકળી જાય છે.
  • રાતના આકાશમાં એકદમ શાંત અને સૌમ્ય દેખાતા ચંદ્રની આવી બધી ખૂબીઓ જાણીને નવાઈ લાગી ને! સોની બીબીસી અર્થ પર વન્ડર્સ ઓફ ધ મૂન શોમાં ચાંદામામા વિશે આવી બીજી અનેક રસપ્રદ હકીકતો તમે જોઈ શકો છો.

 

  • Special Feature