NIFTY 10,240.15 -82.10  |  SENSEX 33,227.99 +-227.80  |  USD 64.4000 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કળીયુગની માતાએ નિર્દોષ બાળકીને કોથળામાં ભરી માર્યો માર: વીડિયો વાઇરલ

કળીયુગની માતાએ નિર્દોષ બાળકીને કોથળામાં ભરી માર્યો માર: વીડિયો વાઇરલ

 | 4:52 pm IST

ચંડીગઢમાં સાવકી માતાએ પોતાની માસૂમ દીકરીની એક નાનકડી ભૂલ પર તેને કોથળામાં પૂરીને મરવા માટે છોડી દીધી હતી. માત્ર આટલુ જ નહી તે માસૂમ બાળકીને એટલી ખરાબ હદે માર માર્યો કે તેનો પગ પણ ભાંગી ગયો. આ મામલો ચંડીગઢનાં સેક્ટર-29નો છે. તપાસમાં આ વાત પણ સામે આવી છે કે, આ મહિલા પોતાના સાવકા બાળકોને તે સમયે જ મારતી હતી જ્યારે તેનો પતિ બહાર હોય. આસપાસનાં બાળકો પણ મહિલાની આ હરકતથી ખુબ જ દુ:ખી હતા અને તેમાથી જ કોઇએ મારપીટનો વીડિયો બનાવીને તેના પિતાને બતાવ્યો હતો. વીડિયો જોતા જ બાળકીનાં પિતાએ પોલીસમાં ફરિયાદ કરી દીધી.

નિર્દોષ બાળકીને ભયંકર માર માર્યા બાદ આરોપી મહિલા ઘરથી ભાગી ગઇ છે અને પોલીસ હાલમા તેની શોધ કરી રહી છે. આ મામલામાં પોલીસ મહિલાનાં સંબંધીઓનાં ઘરે પણ સર્ચ કરી રહી છે. પિતાનો આરોપ છે કે, તેની દીકરીને ખુબ જ માર મારવામાં આવ્યો છે, જેના કારણે તે ખુબ જ ઇજાગ્રસ્ત છે. હાલમાં તે નિર્દોષ બાળકીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

મળતી માહિતી મુંજબ બે બાળકો (10 વર્ષનો પુત્ર અને પાંચ વર્ષની દીકરી)નાં પિતાની પ્રથમ પત્નીની ગત કેટલાક સમય પહેલા કેન્સરનાં કારણે અવસાન થઇ ગયુ હતું. તેને બીજા લગ્ન એવી આશા સાથે કર્યા હતાં કે, તેનો પિરવાર પૂર્ણ થઇ જશે અને બાળકોને માતાનો પ્રેમ મળશે. જોકે, તેની ગેરહાજરીમાં તેની પત્ની સાવકા બાળકો સાથે ખરાબ વ્યવહાર કરતી હતી.