Chandigarh Police's apparent refusal to provide security to the Indian cricket team was responsible for this
  • Home
  • Sports
  • Cricket
  • સુરક્ષા મામલે ચંદીગઢ એરપોર્ટ પર ભારતીય ક્રિકેટ ટીમ રહી ભગવાન ભરોસે, આ કારણ રહ્યું જવાબદાર

સુરક્ષા મામલે ચંદીગઢ એરપોર્ટ પર ભારતીય ક્રિકેટ ટીમ રહી ભગવાન ભરોસે, આ કારણ રહ્યું જવાબદાર

 | 4:44 pm IST

India vs South Africa 2nd T20 Match ભારત અને સાઉથ અફ્રીકાની ટીમ બીજા ટી20 મેચ માટે મોહાલી પહુંચી ગઈ છે. પરંતુ અહિંયા ભારતીય ટીમને ચંદિગઢ પોલીસે સુરક્ષા ન આપી. 15 સપ્ટેમ્બરના ધર્મશાળામાં વરસાદના કારણે મેચ રદ્દ થયા બાદ ભારતીય ટીમ સોમવાર 16 સપ્ટેમ્બરના ચંદિગઢ એરપોર્ટ પહોંચી જ્યાં ચંદિગઢ પોલીસે ટીમ ઈંડીયાને સુરક્ષા દેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.  

ભારત અને સાઉથ અફ્રિકાની વચ્ચે ત્રણ મેચની સિરીઝનો બીજો ટી – 20 મેચ મોહાલીમાં પીસીએ સ્ટેડિયમમાં બુધવાર 18 સપ્ટેમ્બરના રમાવાનો છે. વિરાટ કોહલીની કેપ્ટન્સી વાળી ટીમ ઈન્ડીયા અને ક્વિન્ટ ડિકોકની કેપ્ટન્સી વાળી સાઉથ અફ્રિકાની ટીમ ICC World T20 2020ની તૈયારીને વધુ મજબુત કરવા મેદાનમાં ઉતરશે. આ બાજુ ટીમ ઈન્ડીયા માટે ચંદિગઢ પોલીસે એક પરેશાની વધારી દિધી છે. જોકે આની પાછળ બીસીસીઆઈનો હાથ છે.  

BCCIએ નથી આપ્યા બાકી નાણાં

મોહાલી પહોંચવામાં પીસીએ મેનેજમેન્ટને બહુજ પરેશાની થઈ, કેમકે ચંદીગઢ પોલીસને ભારતીય ટીમને સુરક્ષા દેવાનો ઈન્કાર કરી દિધો. એવામાં મોહાલી પોલીસે ચંદીગઢ એરપોર્ટ જવું પડ્યું અને સુરક્ષા દેવી પડી. આની પાછળ કારણ એ છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે, BCCIએ ચંદીગઢ પોલીસને બાકી રહેલા 9 કરોડ રૂપિયા ચુકવ્યા નથી. ટાઈમ્સ નાઉ એ આનો ખુલાસો કર્યો છે.

ભારત જ નહીં પરંતુ સાઉથ અફ્રિકાની ટીમને પણ એરપોર્ટ પર મોહાલી પોલીસ જ રિસીવ કરી અને સુરક્ષા પણ પ્રદાન કરી. ચંદીગઢ પોલીસને બીસીસીઆઈ દ્વારા પેમેંટ ન મળતા સુરક્ષા દેવાનો ઈન્કાર ભણી દિધો છે. આજ કારણ છે કે ચંદીગઢની હોટલ માં ખાનગી સિક્યુરીટી પ્રોવાઈડ કરાવવામાં આવી છે. એવામાં કહી શકાય કે, બીસીસીઆઈએ ખેલાડીયોની સુરક્ષા પર ધ્યાન ન આપ્યું  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન