Chandigarh Sukhna Lake Surya Kiran Air Show Bharat Swarnim Vijay Varsh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • 1971માં પાકિસ્તાનને ધૂળ ચટાડવાની 50 વર્ષ પૂરાં થવા પર ચંદીગઢમાં વાયુસેનાનું પ્રદર્શન

1971માં પાકિસ્તાનને ધૂળ ચટાડવાની 50 વર્ષ પૂરાં થવા પર ચંદીગઢમાં વાયુસેનાનું પ્રદર્શન

 | 6:34 pm IST
  • Share

આજે સ્વર્ણિમ વિજય દિવસ નિમિતે ભારતીય વાયુસેના દ્વારા ચંદીગઢના સુખના લેક પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરાં થવા પર ભારતીય વાયુ સેના અને કિરણ એરોબેટિક ટિમ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. આજ ચંદીગઢમાં વાયુ સેનાના સ્ટેશન પર તંત્રના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમે ચંદીગઢના સુખના લેક પર કરતબ બતાવ્યા.

આ કાર્યક્રમમાં, યુદ્ધભૂમિ પર દેશની ઐતિહાસિક જીત બતાવવામાં આવી હતી. સુખના તળાવ પર આયોજિત એર શો જોવા લોકો એકઠા થયા હતા. એરફોર્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધના સુવર્ણ વિજય દિવસ (વિજયના 50મા વર્ષ) પ્રસંગે યોજાનારા કલાકના કાર્યક્રમમાં સૂર્ય કિરણ અને અન્ય વિમાનોની ભાગીદારી બતાવવામાં આવશે. એક અહેવાલ અનુસાર, આગામી દિવસોમાં દેશના અન્ય ભાગોમાં પણ ઉજવણી અને એર શોનું આયોજન કરવામાં આવશે.

Video Courtesy – @Suryakiran_IAF twitter

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો