Chandkheda Police Station One More Complaint File Against Dhanaji Aud
  • Home
  • Ahmedabad
  • ઢોંગી ઢબૂડી ઉર્ફે ધનજી ઓડનું વધુ એક કૌભાંડ ખૂલ્યું, સરકારી નોકરીના બહાને કર્યું એવું કામ કે…!!

ઢોંગી ઢબૂડી ઉર્ફે ધનજી ઓડનું વધુ એક કૌભાંડ ખૂલ્યું, સરકારી નોકરીના બહાને કર્યું એવું કામ કે…!!

 | 10:41 am IST

ધનજી ઓડ ઉર્ફે ઢબુડી સામે વધુ એક અરજી ચાંદખેડા પોલીસ સ્ટેશમાં નોંધાઈ ગઈ છે. મૃણાલીની લેઉવા નામના એક વૃદ્ધ મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને ધનજી સામે ફરિયાદ કરવા દરખાસ્ત કરી છે.

ધર્મના નામે ધતિંગ કરનાર ઢોંગી ઢબૂડીએ વૃદ્વ મહિલાની દીકરીને સરકારી નોકરી અપાવવાના બહાને રૂપિયા બે લાખ લઈ ઠગાઈ આચરી છે. જેની અરજી કરી ફરીયાદ મહિલાએ ચાંદખેડા પોલીસ મથકમાં નોંધાવી છે. ઢબૂડીના અનુયાયીઓએ કહ્યું હતું કે, બે કે પાંચ લાખનો ચઢાવો આપો એટલે તમારૃ કામ થઈ જશે.

ઘાટલોડિયામાં કર્મચારીનગરમાં રહેતા મૃણાલિની વસંતભાઇ લેઉવા (ઉ.74) અંધવિશ્વાસથી પ્રેરાઇને પોતાની સમસ્યાઓનું સમાધાન લાવવા માટે ધનજીના દરબારમાં જતા હતા. દરમિયાનમાં તેમની દીકરીને સરકારી નોકરી મળે તે માટે ધનજીના અનુયાયીઓને જણાવ્યું હતું, જેથી ધનજીના અનુયાયીઓએ ઢબૂડી માં એટલે કે ધનજીને 2 લાખ કે 5 લાખનો ચઢાવો કરો તો તમારું કામ થઇ જશે અને માનતા રાખીને 11 રવિવાર ભરવા જણાવ્યું હતું.

તેથી મૃણાલિનીબહેનના પતિ વસંતભાઇ લેઉવાએ 5-1-2011માં ચેકબુકથી ભકિતમંડળ ટ્રસ્ટના એકાઉન્ટનો બે લાખનો ચેક આપ્યો હતો અને તેઓ દર રવિવાર ભરતા હતા. જયારે 23 રવિવાર ભર્યા હોવા છતાં પણ મૃણાલિનીબહેનની દીકરીને નોકરી નહીં મળતા ઘનજી અને તેના અનુયાયીઓને જણાવતા તેઓ બહાનાબાજી કરતા હતા. જેથી છેતરપિંડીનો અહેસાસ થતા મૃણાલિનીબહેને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન