chandra grahan 2020 dates and time of lunar eclipse
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • આ રાશિ અને નક્ષત્રમાં થશે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ, જાણીલો કેવી પડશે સારી-માઠી અસર

આ રાશિ અને નક્ષત્રમાં થશે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ, જાણીલો કેવી પડશે સારી-માઠી અસર

 | 11:56 am IST
  • Share

આ વર્ષે 2020માં ચાર ચંદ્ર ગ્રહણ થવાના છે જે દુનિયા ભરના વિભિન્ન ભાગમાં નજર આવશે. ચંદ્ર ગ્રહણને વુલ્ફ મૂન પણ કહેવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ આમતો એક ખગોળીય ઘટના છે જેમાં પૃથ્વી સૂર્યની રોશનીને ચંદ્રમા સુધી પહોંચતા રોકે છે. આઓ જાણીએ 2020ના ચારેય ચંદ્ર ગ્રહણ ક્યારે થશે તે અંગે વિસ્તારથી.

વર્ષ 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ 10-11 જાન્યુઆરીએ થયુ હતું. આ ગ્રહણ 10 જાન્યુઆરીએ રાત્રે 11:37 વાગ્યે મિથુન રાશિમાં થયુ હતું. આ ગ્રહણ ભારત સહિત સમગ્ર યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં જોવામાં આવ્યું હતું. જો કે, છાયા ગ્રહણ હોવાને કારણે તે ગ્રહણ તરીકે માન્ય નથી.

વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહ 5થી 6 જૂને થનાર છે. આ ગ્રહણ રાત્રે 11 વાગ્યે 16 મિનિટથી 2.34 વાગ્યા સુધી થશે. આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જયેષ્ઠ નક્ષત્રમાં રહેશે.

2020નું ત્રીજું ચંદ્રગ્રહણ 5 જુલાઈ, રવિવારે થશે. આ ચંદ્રગ્રહણ સવારે 8.38 વાગ્યે શરૂ થશે અને 11: 21 સુધી ચાલશે. દિવસના સમયે હોવાના કારણે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ પૂર્ણિમાના દિવસે ધનુરાશિમાં થશે.

આ વર્ષનું ચોથું અને છેલ્લું ગ્રહણ 30 નવેમ્બરના રોજ યોજાશે, જે બપોરે 1.34 વાગ્યે શરૂ થશે અને સાંજે 5.22 વાગ્યે થશે. દિવસના સમયને કારણે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં રહેશે.

2020 ના બીજા ચંદ્રગ્રહણની વાત કરીએ, જે આજથી લગભગ 15 દિવસ પછી થવાનું છે. તેથી, આ ગ્રહણ આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે. બીજું ગ્રહણ વૃશ્ચિક રાશિમાં થવા જઈ રહ્યું છે. તેથી, તમારે તેના વિશે ખૂબ સાવધાન રહેવાની જરૂર રહેશે.

વૃશ્ચિક રાશિમાં ગ્રહણને લીધે તમારી રાશિ, લગ્ન અને 7મા ભાવને અસર કરશે. જે જાતકની બુદ્ધિને મૂંઝવણમાં મૂકશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય અને જીવનને પણ અસર થશે. ગ્રહણનો સંપૂર્ણ પડછાયો તમારા 7માં ભાવ પર પડશે.

આ સિવાય તમારા ત્રીજા, પાંચમા અને અગિયારમા સ્થાનને પણ અસર થશે. લાભ ઓછો થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો ખરાબ રહેશે. જીવનસાથી સાથે મતભેદો થાય. બદનામીના યોગ છે.

આ વીડિયો જુઓ: વિઘ્નેશ્વરની પવિત્ર આરતીના દર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન