chandra grahan lunar eclipse date time sutak kaal and impact
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ દિવસે લાગશે વર્ષનુ અંતિમ ચંદ્રગ્રહણ, જાણો સમય સુતક કાળ અને પ્રભાવ

આ દિવસે લાગશે વર્ષનુ અંતિમ ચંદ્રગ્રહણ, જાણો સમય સુતક કાળ અને પ્રભાવ

 | 2:26 pm IST

2020ની વિદાયના એક મહિના પહેલા ગ્રહણ થવાનું છે. આ ગ્રહણ ચંદ્રગ્રહણ chandra grahan હશે જે 30 નવેમ્બરના રોજ થશે. આ ગ્રહણ એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ ગ્રહણ કારતક મહિનાની પૂર્ણિમાની તારીખે વૃષભ અને રોહિણી નક્ષત્રમાં રહેશે. જ્યોતિષશાસ્ત્ર astrology અને ખગોળશાસ્ત્રમાં ગ્રહણોની ઘટના વિશેષ મહત્વ ધરાવે છે.

જ્યોતિષ શાસ્ત્ર astrology અનુસાર, ગ્રહણ પછી જીવન પર તેની સકારાત્મક અને નકારાત્મક અસર પડે છે. જ્યારે ગ્રહણ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક સામાન્ય ખગોળીય ઘટના છે.

ગ્રહણનો સુતક કાળ
વર્ષ 2020નું આ ગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ lunar eclipseછે જેના કારણે તેનાથી કોઈ સુતક અવધિ માન્ય રહેશે નહીં. એવું માનવામાં આવે છે કે ઉપછાયા ચંદ્રગ્રહણમાં lunar eclipse સુતક કાળ લાગતો નથી. ગ્રહણ પર તેની અસર જોવા મળતી નથી.

કાળશાસ્ત્ર અનુસાર સુતકને અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જ્યારે સૂતકનો આરંભ થાય છે આ દરમિયના તમામ દેવી દેવતાઓ કષ્ટમાં રહે છે. ગ્રહણ દરમિયાન રાહૂ અને સૂર્ય અને ચંદ્રમાં થોડી વાર માટે પોતાનો ગ્રાસ બનાવી લે છે. સુતકના આરંભથી કોઈ વસ્તુ ખાવી જોઈએ નહી. ભોજન પકાવવું જોઈએ નહી. ગ્રહણ છુટ્યા પછી સ્નાન કરી પૂજા પાઠ કરવા જોઈએ.

ગ્રહણ સમયે ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જે ખરાબ પ્રભાવ નાખે છે માટે આ ઉર્જાથી બચવું જોઈએ. આ ઉર્જાથી બચવા માટે ગ્રહણ બાદ સ્નાન કરવું જોઈએ. જ્યારે ગ્રહણ દરમિયાન ભોજન ન બનાવવું જોઈએ અને ન તો ભોજન કરવું જોઈએ. જ્યારે ગર્ભવતી મહિલાઓએ ઘરમાંથી ન નીકળવું જોઈએ. બાળકોએ બહાર ન નીકળવુ તેમજ નરી આંખે ગ્રહણ ન જોવુ જોઈએ.

સુતક અવધિ ચંદ્રગ્રહણના lunar eclipse 9 કલાક પહેલા અને સૂર્યગ્રહણના 12 કલાક પહેલાં માન્ય છે. સુતક કાળ દરમ્યાન પૂજા પાઠ અને કોઈ શુભ કાર્ય થતા નથી. સુતક કાળ શરૂ થતાંની સાથે જ મંદિરોનાં દરવાજા બંધ થઈ જાય છે. 30 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણમાં lunar eclipse સુતક અવધિ માન્ય રહેશે નહીં.

આ વીડિયો જુઓ: અંબાજી મંદિર ખાતે માં અંબાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન