Chandrayaan 2 : As a ISRO Space Agency First Time Inspired Achivment
  • Home
  • Featured
  • અમદાવાદ સેન્ટરે કરી એવી કમાલ કે ISROએ દુનિયામાં વગાડી દીધો ડંકો

અમદાવાદ સેન્ટરે કરી એવી કમાલ કે ISROએ દુનિયામાં વગાડી દીધો ડંકો

 | 1:33 pm IST

કહેવાય છે કે વિજ્ઞાનમાં સફળતા અને નિષ્ફળતા હોતી નથી. માત્ર પ્રયોગ જ હોય છે અને આ પ્રયોગમાંથી કંઇક નવું શીખવાનું મળે છે. જેથી કરીને આગળનો પ્રયોગ વધુ શ્રેષ્ઠ થઇ શકે. ઇસરોનું ચંદ્રયાન-2 મૂન મિશન પણ ઇસરોના વૈજ્ઞાનિકો માટે ઘણુ બધું શીખનાર પ્રયોગ સાબિત થયો છે. કેટલીય વસ્તુઓ પહેલી વખત થઇ. કેટલીય ટેકનોલોજી પહેલી વખત વિકસિત કરાઇ. અંતરિક્ષમાં કક્ષા બદલવા દરમ્યાન નક્કી સ્પીડ અને અંતરમાં વધુ આગળ વધ્યું એટલે કે શ્રેષ્ઠ ઑર્બિટ મેન્યુવરિંગની કરાઇ. તેનાથી ચંદ્રયાન-2ના ઇંધણને બચાવામાં મદદ મળી.

આવો જાણીએ કે ઇસરોએ આ ચંદ્રયાન-2 મિશનમાંથી શું-શું શીખ્યા

1. ઇસરોએ પહેલી વખત બનાવ્યું લેન્ડર અને રોવર

રૂસે પહેલાં ચંદ્રયાન-2 માટે લેન્ડર આપવાની વાત કહી હતી. પરંતુ તેને થોડાંક સમય બાદ ના પાડી દીધી હતી. ત્યારબાદ ઇસરો વૈજ્ઞાનિકોએ નિર્ણય કર્યો કે તેઓ જાતે જ પોતાનું લેન્ડર બનાવશે. પોતાનું રોવર બનાવશે. ઇસરો વૈજ્ઞાનિકોએ બંનેને બનાવ્યું પણ ખરૂં. લેન્ડર અને રોવરને બનાવા માટે જાતે જ રિસર્ચ કર્યું. ડિઝાઇન તૈયાર કરી. પછી તેને બનાવ્યું. આ બધામાં લગભગ 11 વર્ષ લાગી ગયા. આ તમામ સ્વદેશી તકનીકથી બનાવામાં આવ્યા. રોવરને હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડે બનાવીને 2015મા જ ઇસરોને સોંપી દીધું હતું. જ્યારે વિક્રમ લેન્ડરની શરૂઆતની ડિઝાઇન ઇસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદે બનાવી હતી. ત્યારબાદ તેને બેંગલુરૂના યુઆરએસસીએ વિકસિત કર્યું.

2. પહેલી વખત કુદરતી ઉપગ્રહ પર લેન્ડર-રોવર મોકલ્યું

ઇસરો એ ચંદ્રયાન-2ની પહેલાં સુધી કોઇ ઉપગ્રહ પર લેન્ડર કે રોવર મોકલ્યા નહોતા. પહેલી વખત એવું બન્યું કે ઇસરોના વૈજ્ઞાનિકોએ કોઇ કુદરતી ઉપગ્રહ પર પોતાનું લેન્ડર અને રોવર મોકલ્યું. ભલે વિક્રમ લેન્ડર નક્કી માર્ગ અને નક્કી જગ્યા પર યોગ્ય રીતે ના ઉતર્યું પરંતુ તે ચંદ્ર પર જ છે. જો બધું જ યોગ્ય રહ્યું હોત તો લેન્ડર અને રોવર અત્યારે ચંદ્રના વાતાવરણ, જમીન, રાસાયણિક ગુણવત્તાઓની તપાસ કરી રહ્યું હોત. ઇસરોને ચંદ્રની સુંદર તસવીરો મળી રહી હોત.

3. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલી વખત મોકલ્યું મિશન

ભારત દુનિયાનો પહેલો દેશ છે અને ઇસરો દુનિયાની પહેલી સ્પેસ એજન્સી છે જેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાના યાનને પહોંચાડ્યું છે. આની પહેલાં કોઇપણ દેશે અહીં પોતાનું યાન મોકલ્યું નથી. ભલે મિશન સંપૂર્ણપણે સફળ ના થયું હોય, પરંતુ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હજુ છે. ઇસરો વૈજ્ઞાનિક સતત વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવામાં લાગ્યા છે. જેથી કરીને ફરીથી તેને સ્ટાર્ટ કરીને કેટલાંક પ્રયોગ કરવા લાયક બનાવી શકાય.

4. પહેલી વખત કોઇ સેલેસ્ટિયલ બોડી પર લેન્ડ કરવાની તકનીક વિકસિત કરી

ઇસરો વૈજ્ઞાનિકોએ પહેલી વખત કોઇ સેલેસ્ટિયલ બૉડી એટલે કે અંતરિક્ષીય વસ્તુ પર પોતાનું યાન લેન્ડ કરવાની તકનીક વિકસિત કરી. કારણ કે, પૃથ્વીને છોડીને મોટાભાગના સેલેસ્ટિયલ બૉડી પર હવા, ગુરૂત્વાકર્ષણ કે વાતાવરણ નથી. આથી વિપરીત પરિસ્થિતિઓમાં કોઇ અંતરિક્ષીચ વસ્તુ પર પોતાનું યાન ઉતારવાની તકનીક વિકસિત કરવી મોટો પડકાર હતો. પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ આ કામ ખૂબ જ સટીકતાથી કર્યું.

5. પહેલી વખત લેન્ડર-રોવર-ઑર્બિટરને એક સાથે લોન્ચ કર્યા

ઇસરો વૈજ્ઞાનિકોએ પહેલી વખત આટલા વજનના સેટેલાઇટ લોન્ચ કર્યા. સામાન્ય રીતે કોઇ સેટેલાઇટમાં એક જ હિસ્સો હોય છે. પરંતુ ચંદ્રયાન-2માં ત્રણ ભાગ હતા. ઑર્બિટર, વિક્રમ લેન્ડર, અને પ્રજ્ઞાન રોવર. ત્રણેયને એકસાથે એ રીતે જોડવાના હતા કે ચંદ્રયાન-2 કંપોઝીટ મોડ્યુલ બનીને જીએસએલવી-એમકે3 રોકેટને પેલોડ ફેયરિંગમાં સરળતાથી ફિટ થઇ જાય. આ કામમાં પણ આપણા વૈજ્ઞાનિકોએ સફળતા પ્રાપ્ત કરી. જ્યારે આ કામ સરળ નહોતું. તમારે રોકેટના સૌથી ઊપરના ભાગના આકાર પ્રમાણે જ સેટેલાઇટના આકારને બનાવાના હોય છે, જેથી કરીને તેમાં તેઓ ફિટ થઇ શકે.

6. ખાસ પ્રકારના કેમેરા અને સેંસર્સ બનાવામાં આવ્યા

સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદના વૈજ્ઞાનિકોએ ઑર્બિટર, લેન્ડર અને રોવર માટે ખાસ પ્રકારના કેમેરા અને સેન્સર્સ બનાવ્યા. આ કેમેરા ચંદ્રની સપાટી અને અંતરિક્ષની તસવીરો લેવામાં સક્ષમ છે. સાથો સાથ એવા સેંસર્સ બનાવ્યા જે ચંદ્રની સપાટી, તાપમાન, વાતાવરણ, રેડિયોએક્ટિવિટી વગેરેની તપાસ કરી શકે. આ કામમાં અમદાવાદ ઇસરો સેન્ટરના મોટાભાગના યુવા વૈજ્ઞાનિક સામેલ હતા. આ સેન્ટરથી જ મોટાભાગના સેટેલાઇટ્સના સેન્સર્સ વગેરે બને છે.

આ વીડિયો પણ જુઓ – ભરૂચ ખાતે નર્મદા નદી 29 ફૂટની સપાટીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન