Chandrayaan 2 Enter Lunar Orbit, PM Modi May Be Witness Historical Moment
  • Home
  • Featured
  • PM મોદી અડધી રાત્રે આ ઐતિહાસિક ક્ષણના બનશે સાક્ષી!, દુનિયાની આંખો થઇ જશે પહોળી

PM મોદી અડધી રાત્રે આ ઐતિહાસિક ક્ષણના બનશે સાક્ષી!, દુનિયાની આંખો થઇ જશે પહોળી

 | 2:02 pm IST

આજથી 18મા દિવસે એટલે કે 7મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 1.55 વાગ્યે ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા શ્રીહરિકોટામાં હાજર રહેશે. ઇસરોના મતે ચંદ્રયાન-2 પર લાગેલી બે મોટરોને સક્રિય કરતાં આ સ્પેસક્રાફ્ટ ચંદ્રની કક્ષામાં પહોંચી શકયું છે.

7 સપ્ટેમ્બર 2019. અડધી રાત્રે ઉતરશે. બધું બરાબર રહ્યું તો આ ભારતીય અંતરિક્ષ ઇતિહાસની સૌથી મોટી તારીખ હશે. આ દિવસે આપણું ચંદ્રયાન-2 ચાંદ પર હશે. બુધવારના રોજ શ્રીહરિકોટાથી લોન્ચિંગના 29 દિવસ બાદ ચંદ્રયાનએ સફરના સૌથી મુશ્કેલ પડાવોમાંથી એકને પાર કરી લીધો. સવારે 9.30 મિનિટ પર ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કરી લીધો. ચાંદ્રની 3 લાખ 84 હજાર કિલોમીટરની સફર પર નીકળી ચંદ્રયાન હવે પોતાના મિશનથી અંદાજે 18 હજાર કિલોમીટર દૂર છે.

આપને જણાવી દઇએ કે સીધા ચંદ્રની તરફ ગયું નથી. પરંતુ પૃથ્વી અને ચંદ્રની કક્ષાઓના કેટલાંય ચક્કર લગાવતા આગળ વધી રહ્યું છે. ચંદ્રયાનની આગળની સફર હવે હૃદયના ધબકારા વધારનારી થઇ ચૂકી છે.

ચંદ્રયાનને પોતાની કક્ષા બદલવી ખૂબ જ મુશ્કેલ પડાવ હતો. વૈજ્ઞાનિકોના મતે ચંદ્રયાન-2ને ચંદ્રમા પર સ્થાપિત કરવા માટે સેટેલાઇટને એક નિશ્ચિત ગતિથી ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કરવાનો હતો. જો તેની રફતાર તેજ થાય તો તે ચંદ્રમાની કક્ષામાંથી બહાર જાય અને પછી ઊંડા અંતરિક્ષમાં ખોવાઇ જાય. જો સેટેલાઇટની રફતાર ધીમી હોય તો ચંદ્રમાનું ગુરૂત્વાકર્ષણ બળ ચંદ્રયાન-2ને પોતાની કક્ષામાં ખેંચી શકતું હતું. પરંતુ ચંદ્રયાન-2એ ખૂબ જ સટીકતાની સાથે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો.

…જ્યારે દુલ્હનની જેમ ઑર્બિટરથી વિદાય લેશે વિક્રમ


2 સપ્ટેમ્બરના રોજ આ સફરનો એક અગત્યનો પડાવ આવશે. લેન્ડર વિક્રમ તેને ધરતી અને ચાંદની કક્ષામાં સફર કરાવી રહેલા પોતાના ઑર્બિટરથી અલગ થઇ જશે. ઇસરો ચીફે કહ્યું કે ત્યારબાદ તમામ ધ્યાન લેન્ડર પર કેન્દ્રિત થશે. સિવાને આ તબક્કાને ખૂબ જ દિલચસ્પ રીતે સમજાવતા કહ્યું કે આ કંઇક એવું જ હશે જેવું કોઇ દુલ્હન પોતાના માતા-પિતાના ઘરેથી વિદાય લઇ સાસરે જવા માટે નીકળી જાય છે.

…. અને ઉતરવા માટે સાચા સમયની રાહ જોશે વિક્રમ

પોતાના સીનમાં રોવર પ્રજ્ઞાનને છુપાવી લેન્ડર વિક્રમ ચાંદ પર ઉતરવા માટે યોગ્ય સમયની રાહ જોશે. લેન્ડર વિક્રમનું ચાંદની સપાટી પર ઉતરવું આ આખા મિશનનો સૌથી મુશ્કેલ તબક્કો છે.

…એ 15 મિનિટ જ્યારે થોભી જશે બધાના શ્વાસ

આ મિશનની સૌથી તણાવપૂર્ણ ક્ષણ ચાંદ પર વિક્રમના લેન્ડિંગની પહેલાંની 15 મિનિટ હશે. એટલે કે 7મી સપ્ટેમ્બરની રાત્રે 1 વાગ્યાને 55 મિનિટ પહેલાં પોતાના ચરમ પર હશે. ખુદ ઇસરોના ચીફ સિવને કહ્યું કે લેન્ડિંગની અંતિમ 15 મિનિટ ખૂબ જ પડકારજનક રહેશે કારણ કે આ દરમ્યાન અમે એવું કંઇક કરીશું જેને અમે અત્યાર સુધી કયારેય કર્યું નથી. સિવને કહ્યું કે ચંદ્રમાની સપાટીથી 30 કિલોમીટર દૂર ચંદ્રયાન-2ના લેન્ડિંગ માટે તેની સ્પીડ ઓછી કરાશે. વિક્રમને ચાંદની સપાટી પર ઉતારવાનું કામ ખૂબ મુશ્કેલ હશે. આ દરમ્યાન 15 મિનિટ અઘરી હશે. અમે પહેલી વખત સોફ્ટ લેન્ડિંગ કરાવીશું. ઇસરો જ નહીં આ દરેક ભારતીય માટે તણાવપૂર્ણ ક્ષણ હશે. સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળતા જ ભારત આમ કરનારો દુનિયાનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી અમેરિકા, રૂસ, અને ચીનની પાસે જ આ વિશેષતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન