Chandrayaan-2 Former ISRO Chairman G.Madhavan Nair Says 95% Objective Achieved
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2: ઇસરોના પૂર્વ ચેરમેને કર્યો ધડાકો, લેન્ડરથી સંપર્ક તૂટવા પાછળનું કારણ…

ચંદ્રયાન-2: ઇસરોના પૂર્વ ચેરમેને કર્યો ધડાકો, લેન્ડરથી સંપર્ક તૂટવા પાછળનું કારણ…

 | 1:29 pm IST

ચંદ્રયાન 2 મિશનમાં લેન્ડર વિક્રમથી સંપર્ક તૂટવા પર દરેક લોકો નિરાશ થઇ ગયા. પરંતુ આ મિશનને સંપૂર્ણપણે નિષ્ફળ માની શકાય નહીં. આમ જોવા જઇએ તો લેન્ડરમાંથી સંપર્ક તૂટતા પહેલાં જ ભારતે ઘણું બધું પ્રાપ્ત કરી લીધું છે. પૂર્વ ઇસરો ચેરમેનનું માનીએ તો મિશન 95 ટકા સુધી સફળ માની શકાય છે કારણ કે ઑર્બિટર પહેલાં જ પોતાની યોગ્ય જગ્યાએ પહોંચી ગયું છે અને બરાબર કામ કરી રહ્યું છે.

પૂર્વ ઇસરો ચેરમેન જી.માધવન નાયરે શનિવારના રોજ તેના પર વાત કરી. તેમણે કહ્યું કે લેન્ડરનું ચંદ્ર પર લેન્ડ થવાની જગ્યાએ ચંદ્રયાન 2 એ પોતાના 95 ઉદ્દેશ્યોને પૂરા કરી લીધા છે. આપને જણાવી દઇએ કે ભારતનું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન શુક્રવાર મોડી રાત્રે મુશ્કેલીમાં ફસાયું. ચંદ્રની ધરતીની તરફથી આગળ વધેલ લેન્ડર વિક્રમનો ચાંદની સપાટીથી 2.1 કિલોમીટર પહેલાં જ સંપર્ક તૂટી ગયો. આની પહેલાં સુધી બધું જ નક્કી પ્લાન પ્રમાણે જ ચાલી રહ્યું હતું.

લેન્ડરથી સંપર્ક તૂટવાની પાછળ શું કારણ હોઇ શકે છે?

લેન્ડરથી સંપર્ક તૂટવાની પાછળ શું કારણ હોઇ શકે છે? તેના પર પણ પૂર્વ ઇસરો ચીફે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ઘણા બધા કારણો હોઇ શકે છે. બની શકે કે સેંસર ફેલ થઇ ગયું હોય, ઑન બોર્ડ સોફટવેર ક્રેશ થઇ ગયું હોય કે પછી તે ખૂબ જ ઝડપથી નીચે આવી ગયું હોય. માધવનગર નાયરે આગળ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ઇસરો ટૂંક સમયમાં જ એ જાણી લેશે કે શું ખોટું થયું.

માધવન સ્પેસ ડિપાર્ટમેન્ટમાં સચિવ અને સ્પેસ કમિશનમાં ચેરમેન પણ રહી ચૂકયા છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-2નું ઑર્બિટર બિલકુલ ઠીક જગ્યાએ છે અને લુનર ઑર્બિટમાં યોગ્ય રીતે પોતાનું કામ કરી રહ્યું છે. માધવન બોલ્યા મને લાગે છે આપણે એટલી વધી ચિંતા કરવાની જરૂર નથી. હું કહીશ કે ચંદ્રયાને જે કામ કરવાનું હતું તેમાંથી 95 ટકા કામ કરવામાં તે સફળ થયું છે.

માધવને આગળ ઑર્બિટરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ સ્પેસમાં છે અને મેપિંગમાં પોતાના કામને સારી રીતે પૂરું કરશે. આપને જણાવી દઇએ કે ચંદ્રયાન-2ના ઑર્બિટરમાં ચંદ્રમાની સપાટીનું મેપિંગ કરવાનું અને પૃથ્વીના એકલા કુદરતી ઉપગ્રહના બહારની પરિધિનો અભ્યાસ કરવા માટે આઠ વૈજ્ઞાનિક સાધન છે.

આપને જણાવી દઇએ કે ચંદ્રયાનમાં કુલ ત્રણ મુખ્યત્વે ભાગ છે. ઑર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન (લેન્ડરની અંદર) સામેલ હતું. હાલ લેન્ડર અને તેની અંદરનું રોવર કયાં અટકી ગયું છે તેની માહિતી નથી. પરંતુ ઑર્બિટર પોતાનું કામ કરી રહ્યું છે. જ્યાં લેન્ડરના મિશનની લાઇફ 14 દિવસની હતી ત્યાં ઑર્બિટરના મિશનની લાઇફ એક વર્ષની છે. એક વર્ષના સમયગાળામાં ઑર્બિટર ચંદ્રની કેટલીય તસવીરો ઇસરોને મોકલી શકે છે. અધિકારીએ કહ્યું કે ઑર્બિટર લેન્ડરની તસવીરો પણ મોકલી શકે છે, તેના પરથી સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે.

આ વીડિયો પણ જુઓ: PM મોદી થયા ભાવુક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન