Chandrayaan-2 Launch LIVE StreamChandrayaan-2 Launch LIVE Stream
  • Home
  • Technology
  • Chandrayaan-2 Launch LIVE Stream: મોબાઈલ અને કોમ્પ્યુટરમાં આ રીતે જુઓ

Chandrayaan-2 Launch LIVE Stream: મોબાઈલ અને કોમ્પ્યુટરમાં આ રીતે જુઓ

 | 10:43 am IST

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈઝેશન (ISRO)નું Chandrayaan-2 મિશન આજે 22 જુલાઈ 2019 બપોરે 2 વાગીને 43 મિનિટે શ્રીહરિકોટાના સતીશ ધવન સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ પહેલા આ મિશનને 15 જુલાઈએ લોન્ચ કરવાનું હતું, પરંતુ કેટલીક ટેકનીકલ ખામીઓના લીધે આ લોન્ચને રદ કરાયું હતુ. જો કે આ ટેકનીકલ ખામી ને દૂર કરી દેવાઇ છે અને આજે બપોરે 2.43PM પર લોન્ચ કરવામાં આવશે. તેને ભારતના સૌથી શક્તિશાળી Mark III (GSLV-Mk III) રોકેટથી લોન્ચ કરવામાં આવશે. તમે આ ઈવેન્ટને લાઈવ પણ જોઈ શકો છો. તેનું લાઈવ પ્રસારણ અલગ-અલગ પ્લેટફોર્મમાં પર લાઈવ જોઈ શકાશે.

જો તમે આ ઈવેન્ટને લાઈવ જોવા માંગો છો તો તમારી પાસે ઘણા ઓપ્શન છે. તમે દૂરદર્શનની ઓફિશિયલ ચેનલને યૂટ્યૂબ પર જઈને આ ઈવેન્ટને લાઈવસ્ટ્રીમિંગ જોઈ શકો છો. તે સિવાય ISRO પોતાના ટ્વિટર અને ફેસબુક પેજ પર મિશનના લોન્ચનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે. આ લાઈવ સ્ટ્રીમિંગને 2 વાગ્યે જોઈ શકશો.

આ અગાઉ 11 વર્ષ પહેલા ISROએ પોતાના પ્રથમ ચંદ્રયાનનું સફળ પરીક્ષણ કર્યું હતુ. તે પહેલા 15 જુલાઈએ મિશન પ્રક્ષેપણના 56 મિનિટ 24 સેકન્ડ પહેલા મિશન નિયંત્રણ કક્ષથી ઘોષણા બાદ રાત્રે 1.55 વાગે રોકી દીધું હતુ.

ચંદ્રયાન મિશન માટે 976 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મિશન બાદ ભારત ચંદ્ર પર જનારો ચોથો દેશ બની જશે. આ અગાઉ અમેરિકા, ચીન અને રૂસ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી ચૂક્યા છે. ISROના વૈજ્ઞાનિકોએ આ મિશન માટે 10 વર્ષથી કામ કરી રહ્યાં છે અને આજે આ મિશન ભારત માટે ઐતિહાસિક પળ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન