Chandrayaan 2 Launched PM Modi Wishes Isro And All Indians
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવી રીતે નિહાળ્યું ચંદ્રયાન-2નું લોન્ચિંગ

Video : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવી રીતે નિહાળ્યું ચંદ્રયાન-2નું લોન્ચિંગ

 | 5:03 pm IST

આજે ભારતે ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ કરીને દુનિયાને પોતાની તાકાતના દર્શન કરાવ્યા હતાં. ભારતના સામાન્યમાં સમાન્ય માનવીથી લઈને લોકસભા અને રાજ્યસભા પણ ઈસરોના આ મિશન પર નજર રાખી રહ્યાં હતાં. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. જ્યારે ઈસરો ચંદ્રયાન-2 લોન્ચ કરી રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

વડાપ્રધાન મોદીએ આ લોન્ચિગને પોતાની ઓફિસમાં બેસીને ટીવીની વિશાળ સ્ક્રિન પર નિહાળ્યું હતું. વડાપ્રધાન આ લોન્ચિગ દરમિયાન ખ્હુરશી પરથી ઉભા થઈ ગયા હતાં. તેઓ ખુરસીએ હાથ ટેકવીને ઉભા રહી ગયા હતાં. જેવું લોન્ચિંગ સફળ રહ્યું કે, તેઓ તાળીઓ પાડવા લાગ્યા હતાં.

ત્યાર બાદ પીએમ મોદીએ ટ્વીટ કરતાં પોતાની બે તસવીરો પણ શેર કરી, તેમાં ચંદ્રયાન-2ના લોન્ચિંગને લાઇવ ટીવી પર જોઇ રહ્યા છે. તેમણે લખ્યું કે આ પળ 130 કરોડો લોકો માટે ગર્વ કરનારી છે. ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ ભારતના મહાન વૈજ્ઞાનિકોની સફળ ગાથાને દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન