Chandrayaan-2 left Earth's orbit on the moon's journey
  • Home
  • Technology
  • ધરતીની કક્ષા છોડીને ચંદ્રની સફરે નીકળી ગયું ચંદ્રયાન-2, આ તારીખે ચંદ્રની દુનિયામાં હશે

ધરતીની કક્ષા છોડીને ચંદ્રની સફરે નીકળી ગયું ચંદ્રયાન-2, આ તારીખે ચંદ્રની દુનિયામાં હશે

 | 10:58 am IST

ચંદ્રયાન 2એ મંગળવારે રાત્રે 2:21 વાગે ધરતીની કક્ષાથી બહાર નીકળીને ચંદ્ર તરફ જવાનો સફર શરૂ કરી દીધો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈજેશન (ઈસરો)એ ટ્રાંસ લૂનર ઈન્જેક્શન સફળતા પૂર્વક પૂરુ કર્યું છે. આ દરમિયાન સ્પેસક્રાફ્ટનું લિક્વિડ એન્જિન 1,203 સેકન્ડ માટે ફાયર કરવામાં આવ્યું જેનાથી 22 દિવસ સુધી ધરતીની કક્ષામાં રહ્યાં બાદ ચંદ્રયાન 2 ચંદ્ર તરફ નીકળી ગયું છે.

ચંદ્ર તરફ ચંદ્રયાન 2ના સફર વિશે ઈસરોના ચેરમેન કે સિવને જણાવ્યું કે, ચંદ્રયાન 2 ચંદ્રની કક્ષા પર જતા 6 દિવસ લગાવશે અને 4.1 લાખ કિલોમીટરનું અંતર કાપતા 20 ઓગષ્ટે ચંદ્રની કક્ષામાં પહોંચશે. જણાવી દઈએ કે ચંદ્રથી પૃથ્વીનું અંતર 3.84 લાખ કિલોમીટર છે.

ચંદ્રની નજીક પહોંચવા પર ચંદ્રયાન 2નું પ્રોપલ્શન સિસ્ટમ ફરીથી ફાયર કરશે જેનાથી ક્રાફ્ટની ગતિ ધીમી થઈ જશે. તેનાથી આ ચંદ્રની પ્રરંભિક કક્ષામાં થંભી જશે. તે બાદ ચંદ્રની સપાટીથી લગભગ 100 કિલોમીટરની ઉંચાઈ પર ચંદ્રયાન 2 ચક્કર લગાવશે. સિવને જણાવ્યું કે પ્રોપલ્શન સિસ્ટમની મદદથી ચંદ્રયાન 2ની કક્ષાને ઓછી કરવામાં આવશે.

તે બાદ લેન્ડર વિક્રમ ઓર્બિટથી અલગ થઈ જશે અને ચંદ્રની કક્ષામાં જશે. લેન્ડરને 6 સપ્ટેમ્બરે 30 કિમી દુર પહોંચવાની સાથે જ ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

આ વીડિયો પણ જુઓ – રાજૌરીમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન