Chandrayaan-2: Lunar Night Complete Maybe Vikram Lander Now Start
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડરને લઇ મોટા સમાચાર, ફરી થઇ શકશે બેઠું, કારણ કે આજથી ચંદ્ર પર…

ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડરને લઇ મોટા સમાચાર, ફરી થઇ શકશે બેઠું, કારણ કે આજથી ચંદ્ર પર…

 | 2:00 pm IST

ઇસરોએ ચંદ્રયાન-2ના ઑર્બિટરના હાઇ રિઝોલ્યુશન કેમેરાથી ચંદ્રની તસવીરો ખેંચી જાહેર કરી છે. આ હાઇ રિઝોલ્યુશન કેમેરાએ ચંદ્રની સપાટીની તસવીરો મોકલી છે. આ તસવીરમાં ચંદ્રની સપાટી પર નાના-મોટા ખાડે દેખાઇ રહ્યા છે. પરંતુ હવે ચાંદ પર ફરીથી સૂરજ ઉગી રહ્યો છે ત્યારે વિક્રમ લેન્ડરને લઇ ફરી એકવખત આશા બંધાઇ છે.

ચંદ્ર પર આજથી દિવસ, સૌર પેનલોથી વિક્રમમાં આવી શકે છે જીવ

ચંદ્ર પર અંધકારની વચ્ચે સપાટી પર બેસુધ પડેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને લઇ ફરીથી આશા જાગી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પોતાના સૌર પેનલોની મદદથી વિક્રમ ફરીથી કામ શરૂ કરી શકે છે. જો કે ચંદ્ર પર શનિવારથી દિવસની શરૂઆત થઇ રહી છે. એટલે કે આજથી દિવસની શરૂઆત થઇ છે. એવામાં વિક્રમને લઇ કોઇ સારા સમાચાર આવવાની આશા વધી ગઇ છે. ત્યાં ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ કહ્યું છે કે ચંદ્ર પર આકાશમાં ચક્કર લગાવી રહેલા ચંદ્રયાન-2નું ઑર્બિટર સોડિયમ, ટાઇટેનિયમ અને લોખંડ જેવા મહત્વપૂર્ણ ખનીજ તત્વોને ઓળખવા માટે કામ કરી રહ્યા છે.

ઇસરોએ હજુ ગઇકાલે જ કહ્યું હતું કે ઑર્બિટરમાં હાલ આઠ પેલોડે ચંદ્રની સપાટી પર હાજર તત્વોને લઇ કેટલીય માહિતીઓ મોકલી છે. ઑર્બિટર ચંદ્રની સપાટી પર હાજર આવેશિત કણોની ભાળ મેળવવામાં આવી રહી છે. ઑર્બિટરના પેલોડ ક્લાસે પોતાની તપાસમાં ચંદ્રની માટીમાં હાજર કણો અંગે ખબર પડી છે. આ ત્યાં સુધી શકય થયું છે જ્યાં સુધી સૂરજની તેજ રોશનીમાં હાજર એક્સ કિરણોના લીધે ચંદ્રની સપાટી ચમકી ઉઠી.

ઇસરોના મતે ઑર્બિટરના પેલોડ પોતાના નક્કી હેતુ માટે શ્રેષ્ઠ રીતે કામ કરી રહ્યા છે. ત્યાં વિક્રમની તપાસ અને તેની સાથે સંપર્ક કરવાની કોશિષોમાં લાગેલ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ કહ્યું છે કે અત્યાર સુધી વિક્રમ પાસેથી કોઇ આંકડા મળ્યા નથી. ખગોળવિદ્ સ્કૉટ ટાયલીએ ટ્વીટ કરીને વિક્રમ સાથે સંપર્ક થવાની પ્રબળ સંભાવના વ્યકત કરી છે. તમણે કહ્યું કે વિક્રમને શોધવામાં ચોક્કસ સફળતા મળશે. કહેવાય છે કે દિવસ થતાંની સાથે જ વિક્રમ સાથે સંપર્ક કરવાની કોશિષ તેજ થઇ જશે.

ઇસરોના એક વૈજ્ઞાનિકે કહ્યું કે જો કે હવે વિક્રમ સાથે સંપર્ક કરવો ખૂબ જ મુશ્કેલ થશે, પરંતુ કોશિષ કરવામાં કોઇ વાંધો નથી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ચંદ્ર પર રાતના સમયે ખૂબ જ વધુ ઠંડીમાં વિક્રમ સહી સલામત રહી શકે છે, તો તેમણે કહ્યું કે માત્ર ઠંડી જ નહીં પરંતુ ઝાટકાથી થયેલ અસર પણ ચિંતાની વાત છે. હાર્ડ લેન્ડિંગના લીધે વિક્રમ તેજ ગતિથી ચંદ્રની સપાટી પર પડ્યું હશે. આ ઝાટકાના લીધે વિક્રમની અંદર હાજર સાધનોને નુકસાન પહોંચી શકે છે. ચંદ્રનું ચક્કર લગાવી રહેલા નાસાના લુનાર રિકૉનિએસેંસ ઑર્બિટરે જે તસવીરો મોકલી હતી. ચંદ્ર પર રાત પડતા તેનાથી તસવીરો સ્પષ્ટ લઇ શકાઇ નહોતી.

આ વીડિયો પણ જુઓ – સોનાના આભૂષણમાં BIS હોલમાર્કિંગના પ્રસ્તાવને મંજૂરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન