Chandrayaan-2 : NASA Lunar Orbiter Take Of Vikram Lander
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2ને લઇ આજે થશે મોટો ચમત્કાર, વિક્રમ લેન્ડરને લઇ ગમે તે ઘડીએ આવશે ખુશખબર!

ચંદ્રયાન-2ને લઇ આજે થશે મોટો ચમત્કાર, વિક્રમ લેન્ડરને લઇ ગમે તે ઘડીએ આવશે ખુશખબર!

 | 11:38 am IST

ચંદ્રની સપાટી પર હાજર આપણું વિક્રમ લેન્ડર કંઇ સ્થિતિમાં છે, આજે તેને લઇ નવી માહિતી આવી શકે છે. જો કે અમેરિકન અંતરિક્ષ એજન્સી NASA આજે વિક્રમની તસવીરો લેવાની કોશિષ કરશે. તેનું ઑર્બિટર આજે ચંદ્ર પર ભારતના વિક્રમ લેન્ડરની ઉપરથી પસાર થશે. બીજીબાજુ બે ખગોળશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે ઑર્બિટરની ઊંચાઇ 100 કિલોમીટરથી 90 કિલોમીટર પર આવી ગયું છે.

આજે આખરી આશા?

ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક માટે હવે માત્ર 4 દિવસ બાકી રહ્યા છે. લેન્ડરને ચંદ્રના એક દિવસ (પૃથ્વીના 14 દિવસ) સુધી જ કામ કરવા માટે ડિઝાઇન કરાયું છે. એવામાં દેશભરના લોકો કોઇ ચમત્કારની આશા વ્યક્ત કરી રહ્યા છે. જો આ ચાર દિવસમાં સફળતા મળશે નહીં તો 20 કે 21મી સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર રાત પડી જશે અે તેની સાથે જ વિક્રમ લેન્ડરની સાથે સંપર્કની આશા ખત્મ થઇ જશે.

2009થી જ ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે નાસાનું યાન

આપને જણાવી દઇએ કે અમેરિકાના લુનારક્રાફટ 2009થી જ ચંદ્રની પરિક્રમ કરી રહ્યા છે અને આજે થોડાંક જ કલાકોમાં લેન્ડરની સાઇટની ઉપર હશે. અમેરિકાના લુનાર રીકાનિસન્સ ઑર્બિટર (LRO)થી લેવામાં આવેલી તસવીરોથી ઇસરોના ચંદ્રયાન-2ના લેન્ડરની વાસ્તવિક સ્થિતિને જાણવામાં મદદ મળશે. આ હિસાબથી અલગ થોડાંક દિવસોમાં લેન્ડરથી સંપર્ક કરવાની કોશિષો કરાશે.

જો કે વિક્રમ લેન્ડર અંગે ઇસરોએ પણ ભાળ મેળવી લીધી છે અને તેની સાથે સંપર્ક કરવાની સતત કોશિષ ચાલી રહી છે. અત્યાર સુધી ઇસરોએ વિક્રમ લેન્ડરની કોઇ તસવીર રજૂ કરી નથી. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રના દક્ષિણ છેડા પર ઉતરતા સમયે વિક્રમે હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રની સપાટીથી અંદાજે 2.1 કિલોમીટરની ઊંચાઇ પર જ ઇસરોનો પોતાના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયો હતો.

અમેરિકન ઑર્બિટર પર સતત નજર રાખી રહેલા બે ખગોળશાસ્ત્રીઓએ દાવો કર્યો કે તેની ઊંચાઇને 100 કિલોમીટરથી ઘટાડીને 90 કિલોમીટર કર્યું છે. જો કે તેના પર ખાસ માહિતી મળી શકી નથી શું તેનાથી કંઇ ફાયદો થશે?

આ વીડિયો પણ જુઓ – મા રેવાનાં શરણે મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન