Chandrayaan-2 NASA Says May Be Tomorrow New Light on Vikram lander
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2ને લઇ ખુશખબર, NASAએ કહ્યું- ઑર્બિટર પહોંચ્યું વિક્રમ લેન્ડરની નજીક, સૌપ્રથમ તસવીર સામે આવશે

ચંદ્રયાન-2ને લઇ ખુશખબર, NASAએ કહ્યું- ઑર્બિટર પહોંચ્યું વિક્રમ લેન્ડરની નજીક, સૌપ્રથમ તસવીર સામે આવશે

 | 11:47 am IST

7મી સપ્ટેમ્બરના રોજ શરૂઆતના કલાકોમાં ચંદ્રની સપાટી પરથી 2.1 કિલોમીટરના અંતર પર વિક્રમ લેન્ડરનો ઇસરોના કંટ્રોલ રૂમથી સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ ચંદ્રયાન-2ના ઑર્બિટરની મદદથી ચંદ્ર પર હાલ વિક્રમના લોકેશનની ખબર પડી ગઇ હતી. હવે સૌથી મોટો પડકાર એ છે કે વિક્રમ લેન્ડર સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવાનો છે. લેન્ડિંગના સમયે વિક્રમની સાથે શું થયું હતું અને વિક્રમના હાર્ડ લેન્ડિંગ બાદ ચંદ્ર પર તેની લેન્ડિંગ સાઇટ પર શું ફેરફાર આવ્યો, આ તમામ પ્રશ્નોના જવાબ મળવા જઇ રહ્યા છે. આવતીકાલ એટલે કે 17મી સપ્ટેમ્બરના રોજ નાસાનું ‘લુનર રિકૉન્સિસેંસ ઑર્બિટર’ (LRO) ચંદ્રની એ જગ્યા પર ચક્કર લગાવશે, જ્યાં વિક્રમનું લેન્ડિંગ થયું હતું.

નાસાની તસવીરોથી ઇસરોના વિશ્લેષ્ણમાં મળશે મદદ

ઇસરોએ અત્યાર સુધી વિક્રમ લેન્ડિંગના સ્થળની કોઇ તસવીર જાહેર કરી નથી. ચંદ્રયાન-2ના પોતાના ઑર્બિટર સિવાય નાસાના લુનર રિકન્સિસેંસ ઑર્બિટર પણ ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે. નાસાનું ઑર્બિટર 17મી સપ્ટેમ્બરના રોજ આ ક્ષેત્રમાંથી પસાર થવાનું છે. સાઇટની તસવીરો ઇસરોના તેના વિશ્લેષ્ણમાં મદદ કરી શકે છે. ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરીને ભારત દુનિયાનો ચોથો દેશ બનવાનો હતો.

NASAએ કહ્યું- અમારું મિશન તસવીરો તો લેશે, પરંતુ તસવીરો ધૂંધળી આવી શકે છે

મીડિયા સાથે વાત કરનાર નાસાના લુનર રિકૉનસેંસ ઓર્બિટર (LRO)ના પ્રોજેક્ટ સાયન્ટિસ નોઆ.ઇ-પેત્રોએ કહ્યું કે ચંદ્ર પર સાંજ પડવા લાગી છે. અમારો LRO વિક્રમ લેન્ડરની તસવીરો તો લેશે, પંરતુ એ વાતની ગેરંટી નથી કે તસવીરો સ્પષ્ટ આવશે, તેમને અમે ભારતીય અંતરિક્ષ એજન્સી સાથે શેર કરીશું.

વિક્રમનું થયું હતું હાર્ડ-લેન્ડિંગ

જો કે 8મી સપ્ટેમ્બરના રોજ ઇસરોના અધ્યક્ષ કે.સિવને કહ્યું કે વિક્રમ લેન્ડરનું લોકેશન ખબર પડી ગઇ છે. આ ચંદ્રની સપાટી પર હાજર છે અને તેનું લેન્ડિંગ હાર્ડ-લેન્ડિંગ રહ્યું હશે. મિશન સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું કે લેન્ડર એક જ આકારમાં છે, ટુકડામાં તૂટ્યું નથી. આ ચંદ્ર પર ઝૂકવાની સ્થિતિમાં હાજર છે. ઇસરોએ કહ્યું છે કે વિક્રમ લેન્ડરની સાથે સંચાર સ્થાપિત કરવા માટે તમામ શકય પ્રયાસ કરાઇ રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ – અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા પોલીસકર્મીઓ ઝડપાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન