Chandrayaan 2 : Pakistan Science Minister Fawad Chaudhry Troll
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2 પર ટ્વીટ કરતાં પાકિસ્તાની મંત્રીના પોતાના જ ઘરમાં એવા હાલ કે મોઢું દેખાડવા લાયક નથી

ચંદ્રયાન-2 પર ટ્વીટ કરતાં પાકિસ્તાની મંત્રીના પોતાના જ ઘરમાં એવા હાલ કે મોઢું દેખાડવા લાયક નથી

 | 11:19 am IST

ચંદ્રના લાખો કિલોમીટરની સફર પર નીકળેલા ભારતના ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનું ચંદ્રની સપાટીથી માત્ર 2 કિલોમીટરના અંતર પર ગુમ થવા પર દેશ જ નહીં આખી દુનિયામાં લોકોમાં નિરાશ થયા છે. નિરાશાના માહોલમાં પણ પાકિસ્તાનના રાજકારાણીઓ ઝેર ઓકવામાંથી બાજ આવતા નથી. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ખત્મ થવાથી નિરાશ ચાલી રહેલા પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ કટાક્ષ કરતી ટ્વીટ કરી છે. ફવાદના આ ટ્વીટ પર તેમને ભારત જ નહીં પાકિસ્તાનમાંથી પણ જડબાતોડ જવાબ મળ્યો.

ચંદ્રની સપાટીથી ઠીક પહેલાં જ વિક્રમ ગુમ થયાની એક ટ્વીટ પર ફવાદ ચૌધરીએ લખ્યું જે કામ આવડતું નથી, પંગો ના લેવો જોઇને….ડિયર ઇન્ડિયા. ફવદ ચૌધરીએ એક ભારતીય ટ્વીટ પર રિપ્લાય કરતાં લખ્યું કે સૂઇ જા ભાઇ ચંદ્રમાની જગ્યાએ મુંબઇમાં ઉતરી ગયું રમકડું. પાકિસ્તાની મંત્રી ફવાદ ચૌધરીના આ ટ્વીટ બાદ ટ્વિટર પર કોમેન્ટનું પૂર જાણે આવી ગયું.

‘પાકિસ્તાની લોકો માત્ર બકરીઓ અને ટામેટાનાં સપના જુઓ’

એક યુઝરે લખ્યું કે તમે પાકિસ્તાની લોકો માત્ર બકરીઓ અને ટામેટાના સપના જુઓ. જાઓ અને દુનિયાની દરેક રાજધાનીમાં ભીખ માગવાનું કામ ચાલુ રાખો. એક અન્ય યુઝરે જીઉએ પાકિસ્તાની વિદેશ મંત્રીને રાતના ત્રણ વાગ્યા સુધી જાગવા પર મજા લીધી. તેમણે લખ્યું કે સૌથી મજેદાર વાત એ છે કે ચંદ્રયાન-2એ ફવાદ ચૌધરીને આખી રાત જાગવા માટે મજબૂર કરી દીધા.

પાકિસ્તાની લોકોએ ફવાદની ટ્વીટને ખોટી બતાવી

ફવાદ ચૌધરીની આ ટ્વીટની ખુદ પાકિસ્તાનીઓએ પણ આલોચના કરી છે. સુલેમાન લલવાનીએ લખ્યું કે પાકિસ્તાનની તરફથી માફી. ફવાદની ટ્વીટ દુર્ભાવનાથી પીડિત હતી. એક અન્ય પાકિસ્તાની સૈયદ બિલવાલ કમાલે લખ્યું કે ફવાદ ચૌધરી અમારા માટે શરમજનક કારણ ના બને. કમ સે કમ ભારતે ચાંદ પર ઉતરવાનો પ્રયાસ તો કર્યો. આપણે કોઇપણ દેશના વૈજ્ઞાનિક પ્રયાસની પ્રશંસા કરવી જોઇએ અને તેમાંથી પ્રેરણા લેવી જોઇએ.

આપને જણાવી દઇએ કે પાછલા દિવસોમાં ચૌધરીએ જાહેરાત કરી હતી કે પાકિસ્તાન પોતાના નજીકના સહયોગી ચીનના ઉપગ્રણ પ્રક્ષેપણ સુવિધાનો ઉપયોગ કરીને 2022મા અંતરિક્ષમાં પહેલા અંતરિક્ષ યાત્રીને મોકલશે. ચૌધરીએ એક ટ્વીટમાં કહ્યું કે આ જાહેરાત કરતાં ગર્વ મહેસૂસ કરી રહ્યો છું કે અંતરિક્ષમાં પહેલાં પાકિસ્તાની મોકલવાની પસંદ કરવાની પ્રક્રિયા ફેબ્રુઆરી 2022મા શરૂ કરાશે. તેના માટે 50 લોકોની એક યાદી તૈયાર કરશા. ત્યારબાદ યાદીના નામોને ઘટાડીને 25 કરાશે અને 2022મા આપણે આપણા પહેલાં વ્યક્તિને અંતરિક્ષમાં મોકલીશું. આ આપણા દેશનો સૌથી મોટો અંતરિક્ષ કાર્યક્રમ હશે.

આ વીડિયો પણ જુઓ: અમિત શાહે ટ્વીટ કરીને હિંમત રાખવા જણાવ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન