Chandrayaan-2 Sent 3D Image using TMC-2, ISRO Tweets Photos
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2એ કરી અદભુત કમાલ, કરોડો વર્ષ જુના રહસ્ય પરથી ઉચકાઈ શકે છે પડદો

ચંદ્રયાન-2એ કરી અદભુત કમાલ, કરોડો વર્ષ જુના રહસ્ય પરથી ઉચકાઈ શકે છે પડદો

 | 4:32 pm IST

સપ્ટેમ્બરમાં જ ચંદ્રની સપાટી પર લેંડિંગ કરવાથી માત્ર ગણતરીનું અંતર જ બાકી હતું ત્યારે લેંડર વિક્રમનો સંપર્ક તુટી ગયો હતો. ત્યાર બાદથી ઓર્બિટર સતત ચંદ્રની પરિભ્રમા કરી રહ્યું છે. ઓર્બિટરમાં રહેલા પેલોડ્સ ISROને ચંદ્રની સપાટીના ફોટા મોકલતુ રહે છે જેથી કરીને ચંદ્રના વાતાવરણનું અધ્યયન કરી શકાય. પરંતુ હવે તો ચંદ્રયાન-2ના ઓર્બિટરે નવી 3D તસવીરો મોકલી આપી છે.

ઈસરોએ આ જાણકારી અને ફોટો તેના સત્તાવાર ટ્વિટર હેંડલ પર જાહેર કરી છે. ઓર્બિટરે ચંદ્રની સપાટી પરથી 3D તસવીરોને ટૈરેન મેપિંગ કેમેરા 2 દ્વારા ક્લિક કરવામાં આવી છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ બુધવારે પ્રથમ વખત ચંદ્રમાની સપાટીનો થ્રીડી ફોટો જારી કર્યો હતો. આ ફોટો ચંદ્રયાન-2ના ટેરેન મેપિંગ કેમેરા-2એ લિન્ડબર્ગ ક્રેટર પાસે લીધો છે. તેમા ક્રેટર (વિશાળ ખાડો), લાવા ટ્યુબ (જીવનની સંભાવના માટે સંભવિત અનુકૂળ સ્થાન), રિલેસ (લાવા ટ્યુબ ફાટવાથી બનેલ જગ્યા) સહિત અન્ય સંરચનાઓ જોઈ શકાય છે. ચંદ્રયાન-2 એ ત્રીજી વખત ફોટો મોકલ્યો છે. આ અગાઉ ચંદ્રયાન-2 અંતરિક્ષથી લેવામાં આવેલ પૃથ્વીનો ફોટો અને ચંદ્રની સપાટીનો ફોટો મોકલી આપ્યો છે.

ઈસરોએ તાજેતરનો ફોટો તેના ટ્વીટર હેન્ડલર પર પોસ્ટ કર્યો છે. આ સાથે લખ્યું છે ચંદ્રયાન2ના ટીએમસી-2 થી મેળવવામાં આવેલ ક્રેટરનો થ્રીડી વ્યુ જુઓ. ટીએમટી-2 થી સમગ્ર ચંદ્રની સપાટીનું ડિજીટલ મોડેલ તૈયાર કરવા માટે 5 એમ સ્પેશ્યિલ રિઝોલ્યુશન અને સ્ટિરિયો ટ્રીપલેટ (ફોર, નાડિર અને એફ્ટ યુ) માં ફોટો લઈ શકાય છે.

ચંદ્રયાન-2 મિશન 22 જુલાઈના રોજ લોંચ કરવામાં આવ્યું હતું. 14મી ઓગસ્ટના રોજ લેન્ડર અને રોવરે પૃથ્વીથી 6 દિવસ બાદ તેણે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન