Chandrayaan-2: Thank you for standing by US says Isro
  • Home
  • Featured
  • NASAએ ચંદ્રયાન-2ને લઇ આપ્યા મોટા સમાચાર, ISROએ ભારતીયોને Thanks કહેતા કહ્યું કે…

NASAએ ચંદ્રયાન-2ને લઇ આપ્યા મોટા સમાચાર, ISROએ ભારતીયોને Thanks કહેતા કહ્યું કે…

 | 7:30 am IST

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ ચંદ્રયાન-2 માટે મળેલા અપાર સમર્થન માટે સૌનો આભાર માન્યો છે. ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનું ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ થવાથી મિશનના એક હિસ્સાના લીધે આંશિક અસફળતા બાદ પણ આખો દેશ એકસૂરે ઇસરોનો હોંસલો વધારી રહ્યું છે. આનાથી અભિભૂત ઇસરોએ એક ટ્વીટ કરી તમામ સમર્થકોનો આભાર માન્યો છે. અંતરિક્ષ વિજ્ઞાન જગતમાં ભારતને ગૌરવંતિ કરનાર આ સંગઠનને દુનિયાભરમાં વસેલા ભારતીયોના સપનાને સાકાર કરવાનો વિશ્વાસ વ્યકત કર્યો.

ઇસરોના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટમાં કહ્યું છે કે અમારો સાથ આપવા માટે શુક્રિયા. અમે દુનિયાભરના ભારતીયોની આશા અને સપનાઓના દમ પર સતત આગળ વધતા રહીશું. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2 મિશનના લૉન્ચિંગના 47મા દિવસે લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર ઉતાર્યું હતું. પરંતુ અંદાજે 2.1 કિલોમીટરના અંતર પર તેનો સંપર્ક તૂટી ગયો.

ઉલ્લેખનીય છે કે નાસાનું LRO ઑર્બિટર વિક્રમ લેન્ડરની નજીકથી પસાર થવાનું હતું પરંતુ તેની કોઇ માહિતી સામે આવી નથી. નાસાએ અગાઉ પણ કહ્યું હતું કે કદાચ વિક્રમ લેન્ડરની તસવીર તેમનું એલઆરઓ લેશે તો પણ તસવીર ધૂંધળી આવવાની શકયતા છે. કારણ કે ચંદ્ર પર સાંજ પડવાની શરૂઆત થઇ ગઇ હતી.

ચંદ્રયાન-2એ પોતાની 47 દિવસની યાત્રા દરમ્યાન કેટલાંય મુશ્કેલ પડાવ પાર કર્યા હતા અને અંતમાં તેને વિક્રમ લેન્ડર દ્વારા રોવર પ્રજ્ઞાનને ચંદ્રની સપાટી પર ઉતારવાનું હતું. આ પ્રક્રિયામાં વિક્રમને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવાનું હતું, પરંતુ કદાચ તેની ગતિ અનિયંત્રિત થઇ જવાના લીધે તેને હાર્ડ લેન્ડિંગ કર્યું. બાદમાં ચંદ્રયાન-2ના ઑર્બિટરે ચંદ્રની સપાટી પર ત્રાસા પડેલા વિક્રમની તસવીરે મોકલી ત્યારબાદ તેને ફરીથી સંપર્ક સ્થાપિત કરવાની તનતોડ કોશિષ કરી, પરંતુ સફળતા મળી નહીં.

આમ ચંદ્રયાન-2ના રોવર પ્રજ્ઞાન દ્વારા ચંદ્રન સપાટીની માહિતી એકત્ર કરવામાં અડચણ ચોક્કસ આવ્યું પરંતુ ઇસરોની સાથો સાથ દુનિયાભરની અંતરિક્ષ એજન્સીઓ અને વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચંદ્રયાન-2 મિશન પોતાના લક્ષ્યના 95% પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ – નવા નિયમોના પાલનમાં ઉત્સાહી પોલીસ જૂના નિયમો ભૂલી ગઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન