Chandrayaan-2 Vikram Lander Goes Silent But Orbiter Healthy Moon Mission
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2ને લઇ આવી ગયા મોટા સમાચાર, 95% સલામત અને ઑર્બિટર…..

ચંદ્રયાન-2ને લઇ આવી ગયા મોટા સમાચાર, 95% સલામત અને ઑર્બિટર…..

 | 10:38 am IST

ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમે ચંદ્ર પર લેન્ડિંગના બરાબર 2.1 કિલોમીટર પહેલાં તેનો ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો. વિક્રમનો સંપર્ક કેમ તૂટી ગયો કે પછી તે દુર્ઘટનાગ્રસ્ત તો નથી થયું? અત્યારે ભલે કોઇ માહિતી નથી પરંતુ 978 કરોડ રૂપિયા ખર્ચ કરનાર ચંદ્રયાન-2 મિશનમાં પણ હજુ બધું જ ખત્મ થઇ ગયું નથી.

ઇસરોના એક અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું કે મિશનના માત્ર પાંચ ટકા લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરને નુકસાન થયું છે. જ્યારે બાકી 95 ટકા ચંદ્રયાન-2 ઑર્બિટર – હજુ પણ ચંદ્રમાના સફળતાપૂર્વક આટા મારી રહ્યું છે.

એક વર્ષના સમયગાળાવાળા મિશનનું ઑર્બિટર ચંદ્રની કેટલીય તસવીરો ઇસરોને મોકલી શકે છે. અધિકારીએ કહ્યું કે ઑર્બિટર લેન્ડરની તસવીરો પણ લઇને મોકલી શકે છે. આથી તેની સ્થિતિ અંગે ભાળ મેળવી શકાય છે. ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનમાં ત્રણ ખંડ છે – ઑર્બિટર (2379 કિલોગ્રામ, આઠ પેલોડ), વિક્રમ (1471 કિલોગ્રામ , ચાર પેલોડ) અને પ્રજ્ઞાન (27 કિલોગ્રામ, બે પેલોડ).

વિક્રમ બે સપ્ટેમ્બરના રોજ ઑર્બિટરથી અલગ થઇ ગયું હતું. ચંદ્રયાન-2ને આની પહેલાં 22મી જુલાઇના રોજ ભારતના હેવી રોકેટ જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હિકલ-માર્ક 3 (જીએસએલવી એમકે 3) દ્વારા અંતરિક્ષમાં લૉન્ચ કરાયું હતું.

પીએમે વિક્રમ લેન્ડરથી સંપર્ક તૂટ્યા બાદ કહ્યું કે દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ, દરેક કઠિનાઇ, આપણને કંઇક નવું શીખવાડીને જાય છે. કેટલાંક નવા આવિષ્કાર, નવી ટેકનોલોજી માટે પ્રેરિત કરે છે અને આનાથી આપણની આગળની સફળતા નક્કી થાય છે. જ્ઞાનનો જો સૌથી મોટો શિક્ષક કોઇ છે તો વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં નિષ્ફળતા હોતી નથી, માત્ર પ્રયોગ અને પ્રયાસ હોય છે.

આ વીડિયો પણ જુઓ: ઈસરો સેન્ટરથી PM મોદીનું સંબોધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન