Chandrayaan-2's Orbiter And China's Queqiao Met On Moon
  • Home
  • Featured
  • ચંદ્રયાન 2: લદ્દાખ-અરૂણચાલ પ્રદેશ છોડી ચંદ્ર પર પણ ભારત-ચીન આવી ગયા સામ સામે

ચંદ્રયાન 2: લદ્દાખ-અરૂણચાલ પ્રદેશ છોડી ચંદ્ર પર પણ ભારત-ચીન આવી ગયા સામ સામે

 | 11:00 pm IST

ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડર પડી ગયું છે. ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોનાં વૈજ્ઞાનિકો અત્યારે પણ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવામાં લાગ્યા છે. ઇસરોનાં આ કામમાં અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) પણ મદદ કરી રહ્યું છે. નાસાએ પોતાની 3 ડીપ સ્પેસ એન્ટીનાવાળા સેન્ટર્સ સક્રિય કરી રાખ્યા છે. તો ઇસરો પણ પોતાના ડીપ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યું છે, પરંતુ આ મામલે અત્યાર સુધી કોઇ પણ જગ્યાએથી ચીનનું નામ નહોતુ આવ્યું. હવે ચંદ્રની કક્ષામાં ભારત અને ચીનનો આમનો-સામનો થયો.

ચીને 2018નાં ચંદ્ર પર પોતાનું મૂન મિશન ચાંગઈ-4 મોકલ્યું હતુ

ચંદ્રની સીમામાં થયેલો ભારત અને ચીનનો આ આમનો-સામનો, લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશ જેવો નહોતો. આ મુલાકાત હતી ભારતનાં ચંદ્રયાન-2 ઑર્બિટર અને ચીનનાં ઑર્બિટર ક્યૂકિયાઓની. ચીને 20 મે 2018નાં ચંદ્ર પર પોતાનું મૂન મિશન ચાંગઈ-4 મોકલ્યું હતુ. ચાંગઈ-4નાં લેન્ડર અને રૉવરે ચંદ્રની સપાટી પર 7 ડિસેમ્બર 2018નાં રોજ લેન્ડ કર્યું હતુ. હજુ પણ બંને અત્યારે ચંદ્રની સપાટી પર છે. ચીનનું ઑર્બિટર ક્યૂકિયાઓ ચંદ્રની ચારેય તરફ ચક્કર લગાવી રહ્યું છે. ક્યૂકિયાઓ એ જ કામ કરી રહ્યું છે જે આપણા ચંદ્રયાન-2નું ઑર્બિટર કરી રહ્યું છે. એટલે કે ચંદ્રની સપાટી પરથી તસવીર અને ડેટા મોકલી રહ્યું છે.

ચીન ચંદ્રની સપાટી પર લેન્ડર-રોવર ઉતારનારો ત્રીજો દેશ છે

ખગોળશાસ્ત્રી સ્કૉટ ટાયલીએ 12 સપ્ટમ્બરનાં એક ટ્વિટ કર્યું, જેમાં તેમણે લખ્યું છે કે કેવી રીતે ચંદ્રયાન-2 ઑર્બિટર અને ચીનનાં ક્યૂકિયાઓ સામ સામે આવ્યા. બંનેની આ મુલાકાત લગભગ 12 મિનિટની હતી. ત્યારબાદ બંને પોત પોતાની કક્ષામાં ફરતા ફરતા આગળ વધી ગયા. અમેરિકા અને રશિયા બાદ ચીન ચંદ્રની સપાટી પર લેન્ડર-રોવર ઉતારનારો ત્રીજો દેશ છે. ચીને પણ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવની નજીક વૉન કાર્મેન ક્રેટરમાં પોતાનું લેન્ડર ઉતાર્યું હતુ.

ઉલ્લેખનીય છે કે અંતરિક્ષ એજન્સી નાસાનું લૂનર રિકૉનસેંસ ઑર્બિટર 17 સપ્ટેમ્બર મંગળવારનાં ચંદ્રનાં એ ભાગમાં પસાર થશે, જ્યાં વિક્રમ લેન્ડર છે. એવી આશા છે કે લૂનર રિકૉનસેંસ ઑર્બિટર વિક્રમ લેન્ડર વિશે કોઈક નવી જાણકારી આપશે.

આ વિડીયો પણ જુઓ: દેશમાં પડી રહેલા વરસાદની કેટલીક તસ્વીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન