Chandrayyan-2 : ISRO Ground Stations Was Lost Final Descent Just 335 Meter!
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2: 2.1KM નહીં માત્ર 335મીટરથી જ તૂટ્યો વિક્રમનો ISRO સાથે સંપર્ક, આ રહ્યો પુરાવો

ચંદ્રયાન-2: 2.1KM નહીં માત્ર 335મીટરથી જ તૂટ્યો વિક્રમનો ISRO સાથે સંપર્ક, આ રહ્યો પુરાવો

 | 1:43 pm IST

કહેવાય છે કે એક તસવીર 1000 શબ્દોની બરાબર હોય છે. આવી જ એક તસવીર છે એ તારીખની જે અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં રેકોર્ડ થઇ ગઇ. એટલે કે 7મી સપ્ટેમ્બરના રોજ ઇસરોના મૂન મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની ચંદ્ર પરની તસવીર. આ તસવીર સ્પષ્ટ કહી રહી છે કે પૃથ્વી સ્થિત ઇસરો સેન્ટરનો વિક્રમ લેન્ડરથી સંપર્ક 335 મીટરની ઊંચાઇ પર તૂટી ગયો હતો નહીં કે 2.1 કિલોમીટરની ઊંચાઇ પર.

જે સમયે વિક્રમ લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તેની ડિટેલ ઇસરોના મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX)ની સ્ક્રીન પર એક ગ્રાફ તરીકે દેખાડી રહ્યા હતા. આ ગ્રાફમાં ત્રણ રેખાઓ દેખાતી હતી. જેમાં વચ્ચેની લાઇન પર જ ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર પોતાનો રસ્તો નક્કી કરી રહ્યું હતું. આ લાઇન લાલ રંગની હતી. આ વિક્રમ લેન્ડર માટે ઇસરો વૈજ્ઞાનિકો દ્વારા નક્કી કરાયેલ પૂર્વ નક્કી રસ્તો હતો. જ્યારે વિક્રમ લેન્ડરનો રિયલ ટાઇમ રસ્તો લીલા રંગની લાઇનમાં દેખાઇ રહ્યો હતો. આ ગ્રીન લાઇન પહેલેથી જ નક્કી લાલ લાઇનની ઉપર જ બની રહ્યો હતો.


બધું જ બરાબર ચાલી રહ્યું હતું. વિક્રમ લેન્ડરનો રિયલ ટાઇમ રસ્તો એટલે કે લીલી લાઇન તેના નક્કી કરાયેલા રસ્તાવાળા લાલ લાઇન પર એક સાથે ચાલી રહ્યો હતો. જો આ ગ્રાફને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે 4.2 કિલોમીટરની ઉપર પણ વિક્રમ લેન્ડરના રસ્તામાં થોડોક બદલાવ આવ્યો હતો પરંતુ તે બરાબર થઇ ગયું હતું. પરંતુ ઠીક 2.1 કિલોમીટરની ઊંચાઈ પર તે નક્કી રસ્તાથી અલગ દિશામાં ચાલવા લાગ્યું. આ સમયે તે ચંદ્રની સપાટીની તરફ 59 મીટર પ્રતિ સેકન્ડ (212 કિલોમીટર/સેકન્ડ)ની ઝડપથી નીચે આવી રહ્યું હતું.

400 મીટરની ઊંચાઇ સુધી આવતા-આવતા વિક્રમ લેન્ડરની ગતિ લગભગ એ સપાટી પર પહોંચી ચૂકયું હતું, જે ગતિથી તેને સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. આ ઊંચાઇ પર તેઓ ચાંદની સપાટીની ઉપર હેલિકોપ્ટરની જેમ મંડરાઇ રહ્યું હતું. જેથી સોફ્ટ લેન્ડિંગ વાળી જગ્યાનું સ્કેનિંગ કરી શકે. નક્કી કર્યું હતું કે 400 મીટરથી 10 મીટરની ઊંચાઇ સુધી વિક્રમ લેન્ડર 5 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી નીચે આવશે. 10 થી 6 મીટરની ઊંચાઇ સુધી 1 કે 2 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી નીચે લવાશે. પછી તેની ગતિ ઝીરો કરી દેવાશે.

ચાંદની સપાટી પર ઉતરવા માટે 15 મિનિટના નક્કી કાર્યક્રમ દરમ્યાન વિક્રમ લેન્ડરની ગતિને 1680 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 6048 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટાડીને ઝીરો મીટર પ્રતિ સેકન્ડ કરવાની હતી. 13મી મિનિટમાં મિશન ઓપરેશન કોમ્પલેક્સની સ્ક્રીન પર બધું જ થોભી ગયું. ત્યારે વિક્રમ લેન્ડરની ગતિ 59 મીટર પ્રતિ સેકન્ડ હતી. ચંદ્રની સપાટીથી 335 મીટરની ઊંચાઇ પર ગ્રીન રંગનો એક ડૉટ બની ગયો અને વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો. ત્યારબાદ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી સાથે ટકરાયું. જો કે ઇસરોના વૈજ્ઞાનિકોએ હજુ સુધી હાર માની નથી…વિક્રમ સાથે સંપર્ક સાંધવામાં લાગી ગયું છે.

આ વીડિયો પણ જુઓ – અમદાવાદ શહેરમાં ખાડાનું સામ્રાજય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન