પાકિસ્તાનમાંથી ટૂંક સમયમાં જ મૂક્ત કરવામાં આવશે ચંદૂ ચૌહાણ

108
Chandu Chauhan

આશરે સાડા ત્રણ મહિનાથી પાકિસ્તાનની ચૂંગાલમાં ફસાયેલા ભારતીય જવાન ચંદૂ બાબૂલાલ ચૌહાણને ટૂંક સમયમાં જ મૂક્ત કરવામાં આવશે. રક્ષા રાજ્યમંત્રી સુભાષ ભામરેએ કહ્યું કે બાબૂલાલ ચૌહાણને ટૂંક સમયમાં મૂક્ત કરવામાં આવશે.

ભામરેએ કહ્યું કે આપણા પડોશી દેશ સાથે ભારતીય જવાન ચંદૂ ચૌહાણને લઈને વાત થઈ છે. તેમણે ચંદૂ ચૌહાણના છૂટવા અંગે ભરોસો આપ્યો છે. સુભાષ ભામરેએ કહ્યું કે બે દિવસ પહેલા થયેલી વાતચીતમાં પાકિસ્તાને સકારાત્મક વલણ દાખવ્યું છે અને કહ્યું છે કે તપાસ પૂરી થયે ચંદૂને મૂક્ત કરી દેવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે ચંદૂ સર્જિકલ સ્ટ્રાઈકના પછીના દિવસે ઉરી સેક્ટરમાં ભૂલથી નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરી ગયો હતો. જે પછી પાકિસ્તાન સેનાએ તેમની ધરપકડ કરી લીધી હતી. તે એલઓસી પર તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન છે.