NIFTY 9,710.80 -109.45  |  SENSEX 31,213.59 +-317.74  |  USD 64.1300 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ગરમીથી બચવા માટે નહાતી વખતે તમે તો નથી કરતાંને આ ભુલ?

ગરમીથી બચવા માટે નહાતી વખતે તમે તો નથી કરતાંને આ ભુલ?

 | 5:35 pm IST

ગરમીની શરૂઆત થતાં જ ઠંડા પાણીથી કલાકો સુધી નહાવાનું મન થાય છે. આ સમયમાં મોટાભાગના લોકોને દિવસમાં 2થી 3 વખત નહાવાની આદત પડી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કલાકો સુધી નહાવાથી શરીરને નુકસાન થાય છે? નથી જાણતાં તો આજે જાણી લો કે નહાતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ ભુલ ન કરવી.

ગરમ પાણી
ઉનાળામાં પણ સ્નાયુને રેલેક્સ કરવા માટે લોકો ગરમ પાણીથી નહાતાં હોય છે. આમ કરવાથી ત્વચાનું નેચરલ ઓઈલ દૂર થઈ જાય છે અને ત્વચા રૂક્ષ થવા લાગે છે. આ આદતને કારણે ત્વચા સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે.

શાવર નીચે કલાકો સુધી નહાવું
ઠંડા પાણીથી નહાવા માટે લોકો શાવરનો ઉપયોગ કરે છે. પરંતુ વધારે સમય માટે ઠંડા પાણીથી નહાવાનું પણ ટાળવું જોઈએ. ત્વચામાં જે કુદરતી નમી હોય છે તે નષ્ટ થઈ જાય છે. શાવરથી નહાવાનું હોય ત્યારે 10 મિનિટથી વધારે સમય માટે પાણીમાં ન રહેવું.

સાબુ
ગરમીમાં મોટાભાગના લોકો સુગંધિ સાબુનો જ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. પરંતુ આવા સાબુમાં જે કેમિકલનો ઉપયોગ થયો હોય છે તેનાથી પણ ત્વચા રૂક્ષ થઈ શકે છે. તેથી નહાતી વખતે 1થી વધારે વખત સાબુનો ઉપયોગ કરવાનું ટાળવું અને શરીરને સારી રીતે સાફ કરી અને બોડી લોશનનો ઉપયોગ કરવો.

નહાવાનું બ્રશ બદલતાં રહેવું
નહાવા માટે જે લુફાનો ઉપયોગ કરતાં હોય તેને થોડા-થોડા દિવસોમાં બદલી દેવું જોઈએ. આ લુફામાં પણ બેક્ટેરિયા થઈ શકે છે જે ત્વચાને નુકસા પહોંચાડી શકે છે.