દિવાળી પહેલાં મોટો ધડાકો, 'આટલું' સસ્તું થઈ શકે છે સોનું - Sandesh
  • Home
  • Business
  • દિવાળી પહેલાં મોટો ધડાકો, ‘આટલું’ સસ્તું થઈ શકે છે સોનું

દિવાળી પહેલાં મોટો ધડાકો, ‘આટલું’ સસ્તું થઈ શકે છે સોનું

 | 3:34 pm IST

જીએસટી લાગુ થયા પછી સોનું 1000 રૂ. સુધી સસ્તું થઈ ગયું છે. જીએસટી અંતર્ગત સોના પર 3 ટકા અને મેકિંગ ચાર્જ પર 5 ટકા ટેક્સ લગાવવાને કારણે સોનાની ડિેમાન્ડમાં ઘટાડો થયો છે જેની સીધી અસર એની કિંમત પર પડી છે. લાગે છે કે આના કારણે દિવાળી પહેલાં જ લોકો માટે ઉત્સવ જેવી પરિસ્થિતિ ઉભી થઈ જાય એવી શક્યતા સર્જાઇ છે.

કોમોડિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે સોનાની કિંમત પર આગળ પણ દબાણ રહેશે અને એની કિંમત આગામી એકથી બે મહિનામાં ઘટીને 25,000 રૂ.ના લેવસ સુધી પહોંચી શકે છે. વાયદા બજારમાં હાલમાં સોનાની કિંમત 27,996 રૂ. પ્રતિ 10 ગ્રામ છે. ગ્લોબલ સ્તર પર ઘટડી ડિમાન્ટ અને ફૈડ દ્વારા વ્યાજદરના વધારાના સંકેત અપાયા પછી સોનાની કિંમત રેન્જ બાઉન્ડમાં આવી ગઈ છે. કોમોડિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે આવતા 2 મહિના માટે સોનાનું આઉટલૂક નેગેટિવ દેખાઈ રહ્યું છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ પોતાના રિપોર્ટમાં કહ્યું છેકે ભારતમાં સોના પર ટેક્સ વધવાથી ડિમાન્ડ પર પ્રેશર વધી શકે છે. WGCને લાગે છે કે શોર્ટ ટર્મ માટે ઇન્ડસ્ટ્રીએ ચેલેન્જનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં નાના કારીગરો તેમજ રિટેલર્સને ટેક્સ વ્યવસ્થા અપનાવામાં સમસ્યા નડી રહી છે જેની સીધી અસર સોનાના વેચાણ પર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન