ગુજરાત સરકારે VAT ઘટાડતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કડાકો, નવી કિંમત જાણવા કરો ક્લિક - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાત સરકારે VAT ઘટાડતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કડાકો, નવી કિંમત જાણવા કરો ક્લિક

ગુજરાત સરકારે VAT ઘટાડતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કડાકો, નવી કિંમત જાણવા કરો ક્લિક

 | 9:59 am IST

આજે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી જાહેરાત કહી છે જેના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે જે આજ મધરાતથી લાગુ પાડવામાં આવશે. મુખ્યપ્રધાને આજે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 4% જેટલો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ ઘટાડા પછી પેટ્રોલમાં લિટરે રૂ. 2.93નો અને ડીઝલમાં લિટરે રૂ. 2.72 કરોડ રૂ.નો ઘટાડો થશે. મુખ્યપ્રધાને આપેલી માહિતી પ્રમાણે આ ઘટાડાને કારણે ગુજરાતને 2316 કરોડ રૂ.ની વાર્ષિક ઘટ થશે પણ લોકોને સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળશે. આ ભાવવધારો આજ મધરાતથી અમલી બનશે. હવે પેટ્રોલની નવી કિંમત લિટરના 67.53 રૂ. અને ડીઝલની નવી કિંમત લિટરના રૂ 60.77 રહેશે.

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરતા સમયે રાજ્યોને કહ્યું હતું કે, તે ઓછામાં ઓછું પેટ્રોલ-ડીઝલ પર 5 ટકા વેટ ઓછું કરે, જેથી રાજ્યોમાં તેનો ભાવ ઘટી શકે. જેના બાદ ગુજરાત પહેલું રાજ્ય બન્યું હતું, જ્યાં સીએમ વિજય રૂપાણીએ ફ્યુઅલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી અને આજે સત્તાવાર રીતે 4% વેટનો ઘટાડો કર્યો છે.

ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાં પણ કિંમતો ઘટવાની શક્યતા છે. મહારાષ્ટ્રના ફાઈનાન્સ મંત્રી સુધીર મુંગટીવારે કહ્યું કે, સરકાર આવનારા દિવસોમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 1 રૂપિયાનો ઘટાડો કરવા જઈ રહી છે. મુંગટીવારે આ જાહેરાત બાદ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આગલા સપ્તાહથી લાગુ થવાની આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યોમાં લાગતા વિવિધ ટેક્સને કારણે 27 રૂપિયા પ્રતિ લીટરના પેટ્રોલ પર લોકોને અંદાજે 37 રૂપિયા સુધી ટેક્સ ચૂકવવો પડે છે. દિલ્હીમાં હજી પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ 27 ટકા છે અને અહીની સરકાર અંદાજે 5 ટકા વેટ ઘટાડી દે તો ભાવ 2.70 રૂપિયા ઘટી શકે છે.