છેલ્લી ઘડીએ રામનવમીની રજા બદલાતા રાજ્યની શાળાઓનું પરીક્ષા શિડયૂલ અટવાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • છેલ્લી ઘડીએ રામનવમીની રજા બદલાતા રાજ્યની શાળાઓનું પરીક્ષા શિડયૂલ અટવાયું

છેલ્લી ઘડીએ રામનવમીની રજા બદલાતા રાજ્યની શાળાઓનું પરીક્ષા શિડયૂલ અટવાયું

 | 8:12 am IST

સુરત સહિત રાજ્યભરની શાળાઓમાં ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે શાળાકીય ર્વાિષક પરીક્ષાઓનો દોર શરૃ થવા જઇ રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે મંગળવારની જગ્યાએ બુધવારે રામનવમીની રજા જાહેર કરતા અનેક શાળાઓનું ર્વાિષક પરીક્ષાનું શિડયૂલ અટવાઇ ગયું છે. આગામી બુધવારે રજા અંગેની જાહેરાત શનિવારે કરાઇ છે. મોટા ભાગની શાળાઓએ ૪ તારીખે રામનવમીની રજાની ગણતરીએ બુધવારથી પરીક્ષા શરૃ કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ હવે તે ખોરવાઇ ગયું છે.

હમણાં સુધી રામનવમીની રજા મંગળવારે હોવાની ગણતરી સાથે શાળાઓએ ર્વાિષક પરીક્ષાની તૈયારી કરી રાખી હતી. જોકે, હવે રાજ્ય સરકારે બુધવારે રામનવમીની રજા હોવાની જાહેરાત શનિવારે કરતા આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. છેલ્લી ઘડીએ રજામાં ફેરફાર અંગે એક આચાર્યએ જણાવ્યંુ હતંુ કે, શાળાઓમાં બોર્ડની પરીક્ષાને આધારે એક મહિના પહેલાંથી જ ર્વાિષક પરીક્ષાનું શિડયૂલ નિર્ધારિત કરી દેવાયું છે. કેન્દ્ર સરકારે પહેલેથી જ ૫મીના રોજ રામનવમીની રજા ગણી છે. આ તબક્કે બુધવારની રજાની જાહેરાત ૧૫ દિવસ પહેલાં પણ શક્ય હતી.

જોકે, શનિવારે જાહેરાત થતા હવે વિદ્યાર્થીઓને પણ પરીક્ષા શિડયૂલની જાણકારી આપવામાં તકલીફ પડી રહી છે. શાળાઓએ બુધવારથી ર્વાિષક પરીક્ષા શરૃ કરવાની ગણતરીએ સોમવારે રજા આપી હતી અને મંગળવારે તો રામનવમીની રજાની જાણ વિદ્યાર્થીઓને કરાઇ હતી. જ્યારે શનિવારે બપોર પછી રામનવમીની રજા બુધવારે હોવાની જાણકારી કરવામાં આવતા હવે વિદ્યાર્થીઓને બદલાયેલા પરીક્ષા શિડયૂલની જાણકારી કેવી રીતે આપવી એ મોટો પ્રશ્ર ઉપસ્થિત થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન