યૂઝર્સ દ્વારા કરવામાં આવેલા જોરદાર વિરોધને પગલે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ તેનું જૂનું સ્ટેટસ ફીચર પાછું લાવનાર છે. ફેસબુકની માલિકીના વોટ્સએપે તાજેતરમાં જ તેના ચેટિંગ પ્લેટફોર્મ પર નવું ‘સ્ટેટસ’ ફીચર અપડેટ કર્યું હતું. એની મદદથી વોટ્સએપના યૂઝર્સ ચેટિંગ એપ પર એમના સ્ટેટસ તરીકે નવી તસવીરો અને નવા વિડિયો એડ કરી શકે છે. આ ફીચર સ્નેપચેટના ‘સ્ટોરીઝ’ ફીચર જેવું જ છે.

જોકે વોટ્સએપનું આ ફીચર યૂઝર્સને પસંદ પડ્યું નથી. લોકોએ એનો ટ્વીટર ઉપર પણ વિરોધ વ્યક્ત કર્યો છે. એમાં દર 24 કલાકે આ સ્ટેટસ બદલાવવું પડે. જોકે હવે આ નવી સિસ્ટમ સામે નોંધાયેલી નારાજગી બાદ સ્ટેટસ અપડેટનું જૂનું ફિચર પરત લાવવાનું છે. કંપનીએ જોકે હજી સુધી કોઈ સત્તાવાર કમેન્ટ્સ કરી નથી.

વોટ્સએપ પર યુઝર્સ રોજના ૫૦ અબજથી વધારે મેસેજ સેન્ડ કરે છે. નવા વર્ષના પ્રસંગે માત્ર ભારતમાં જ ૧૪ અબજથી વધારે મેસેજ સેન્ડ થયા હતા. વોટ્સએપની પાસે ૧.૨ બિલિયન મન્થલી એક્ટિવ યુઝર છે. મેસેજિંગ એપે ફેબ્રુઆરી ૨૦૧૬માં જાહેરાત કરી હતી કે એક અબજથી વધારે લોકો WhatsApp યુઝ કરી રહ્યાં છે. આ આંકડો એક વર્ષમાં ૨૦ ટકા વધી ગયો. ભારતમાં WhatsAppની પાસે ૧૬ કરોડ યુઝર્સ છે. આ કંપની માટે સૌથી મોટી માર્કેટ છે. ભારતમાં વીડિયો કોલિંગ કીચર લોન્ચ કરતી વખતે આ આંકડાનો ખુલાસો થયો હતો.