પરિવર્તન એ ચૂંટણીસંસારનો પણ નિયમ છે! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • પરિવર્તન એ ચૂંટણીસંસારનો પણ નિયમ છે!

પરિવર્તન એ ચૂંટણીસંસારનો પણ નિયમ છે!

 | 7:46 am IST
  • Share

દરિયો અરબી સમુદ્રનો હોય, બંગાળના ઉપસાગરનો હોય કે પ્રશાંત મહાસાગરનો હોય, એમાં જહાજ ચલાવતા સુકાની જો રાતોરાત બદલાઈ જાય તો એ જહાજમાં લહેરથી મુસાફ્રી કરી રહેલા મુસાફ્રોને નાનો-મોટો, સાચો-ખોટો કે પછી ઔપચારિક-અનૌપચારિક ફ્રક પડતો હશે કે નહીં, એ તો જય શ્રીરામ જાણે, પણ પેલા દરિયાને કશો જ ફ્રક પડતો નથી.

‘મેરા ભારત મહાન’ એવું એટલા માટે નથી કહેવાતું કે આપણો દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહીવાળો દેશ છે! ‘મેરા ભારત મહાન’ તો એટલા માટે કહેવાય છે કે આવા સૌથી મોટી લોકશાહીવાળા દેશમાં પણ નાની મોટી- સાચી ખોટી કેટકેટલી લોકશાહીઓ વિકસી રહી છે! ઘણીવાર તો આમ આદમી પણ મૂંઝવણમાં પડી જાય કે આજે હું ખરેખર કઈ લોકશાહીમાં જીવું છું? ગઈકાલે મને જે લોકશાહી મળી’તી એ શું આ જ લોકશાહી છે?

જ્યાં લોકશાહીની સરકાર હોય ત્યાં સરકારની પણ સોળે કળાએ અને વિપક્ષની તો બત્રીસે કળાએ ખીલેલી પર્સનલ લોકશાહી જોવા મળે છે. રાજકીય પાર્ટીઓમાં તો કાર્યકરે કાર્યકરે અને પદાધિકારીએ પદાધિકારીએ અલગ અલગ લોકશાહી હોય છે. નેતાઓ, સહનેતાઓ, પ્રમુખનેતાઓ, ચરિત્રનેતાઓ, ખલનેતાઓ, મહેમાનનેતાઓ (ફ્લ્મિોમાં ‘મહેમાન કલાકાર’ હોય છે તો રાજકીય પક્ષોમાં ‘મહેમાન નેતા’ ન હોય? પૂછો પાટલીપરિવર્તન – ક્રાન્તિકારીઓને!) તથા વયસ્ક અને વયસ્થ નેતાઓ – આ સૌ નેતા-નેત્રીઓની પોતાની સ્ટાઇલની આગવી કહી શકાય એવી મૌલિક લોકશાહી પણ હોય છે. જુઓને, આજે પૂરા દેશમાં લોકશાહીનો એવો વાયરો ફ્ૂંકાઈ રહ્યો છે કે જેને જે કરવું હોય એ કરે – મન ફવે તેમ ફ્ેંકંફ્ેંક કરે, તન ફવે એમ મારામારી કરે અને ધન ફવે એમ બેંકોની લૂંટાલૂંટ કરે, બધું જ તન, મન, ધનથી ચાલે છે. સાચી ભક્તિ તન, મન અને ધનથી જ થતી હોય છે, કારણ કે પ્રભુના પર્યાય સમા પક્ષને ટકાવવાનો છે. પક્ષ ટકશે તો લોકશાહી ટકશે. લોકશાહી ટકશે તો સરકાર ટકશે, અને સરકાર ટકશે તો જનતા માટે રડીખડી લોકશાહી ટકશે!

પક્ષ કોઈપણ હોય, સત્તાધારી કે સત્તાહારી – એમાં હાઇકમાન્ડ તો હોય જ! કેટલાક અપરિણીત નેતાઓ ક્યારેક આક્રોશપૂર્વક રોષ પણ કાઢતા હોય છે કે ‘હાઇકમાન્ડ’ જેવા બિહામણા શબ્દથી બચવા માટે તો અમે લગ્ન નથી કર્યાં, અને જુઓ અહીં આવ્યા તોય ‘હાઇકમાન્ડ’ તો લમણે લખાયો જ! ઘર હોય, ઓફ્સિ હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે છેવટે મારામારીનું નાનું-મોટું કુરુક્ષેત્ર હોય – હાઇકમાન્ડ વગર કોઈનેય ચાલ્યું નથી. જો કે એમ પણ કહી શકાય કે હાઇકમાન્ડને પણ કોઈનાય વિના ચાલ્યું નથી.

રાજકીય પાર્ટીના હાઇકમાન્ડની મોટામાં મોટી વિશેષતા એ છે કે એની ક્યારેય ચૂંટણી કરવામાં નથી આવતી. ભગવાનની જેમ એ સર્વશક્તિમાન છે. એમને કોણે હાઇકમાન્ડનો ઇલ્કાબ આપ્યો, કોણે હાઇકમાન્ડનું પ્રમાણપત્ર આપ્યું કે કોણે એમની હાઇકમાન્ડ તરીકેની નિયુક્તિ કરી એ વણઉકલ્યું રહસ્ય છે. કેટલીક નિયુક્તિ યુક્તિપૂર્વક થતી હોય છે કેમ કે નિયુક્તિમાં જ યુક્તિ સમાયેલી છે. સાચું કહીએ તો નિયુક્તિને યુક્તિ વગર ચાલ્યું જ નથી. ‘નિયુક્તિ’માંથી ‘યુક્તિ’ કાઢી લો તો એકલા ‘નિ’નો કોઈ અર્થ જ નહીં ને! નિયુક્તિ બને છે જ યુક્તિની યુતિથી! કેટલીક નિયુક્તિ સ્વાવલંબી હોય છે, એને પાર્ટીના નાના-મોટા નેતાઓની મરજી-નામરજી પર આધાર રાખવાનો હોતો નથી. હાઇકમાન્ડની શક્તિ ભલે પોતપોતાના પક્ષ પૂરતી હોય, પણ હોય છે અનંત અને અસીમ! એ ધારે તો પોતાની પાર્ટીના નાનકડા જંતુને જાયન્ટ પણ બનાવી શકે છે અને ધારે તો એ જાયન્ટને ઘડીના છઠ્ઠાભાગમાં જંતુ પણ બનાવી દે છે. કોઈપણ નેતાની છઠ્ઠીના લેખને એ ઘડીના છઠ્ઠા ભાગમાં બદલી નાખે છે. ન્યૂ ચાણક્ય તો હાઇકમાન્ડના સ્થાનને અંગદના પગ સાથે સરખાવે છે, જેને ખસેડવાની વાત તો દૂર, કોઈ હરિનો લાલ ગમે એટલો લાલપીળો થઈને એને વાઇબ્રન્ટ કરવા જાય તો પણ એ ટસનો મસ ન થાય એટલો શક્તિશાળી હોય છે!

બીજી લોકશાહી સંગઠનની હોય છે. જેમ નારંગી એક છે, પણ એમાં રહેલી અલગ અલગ પેશીઓને બહારની છાલ કેવી રીતે જોડીને રાખે છે, એવી રીતે નાના-મોટા કાર્યકરને અને નેતાને એકબીજા સાથે જોડીને રાખવાનું કામ સંગઠનની આવી નહીં દેખાતી બહારની છાલ કરે છે. ક્યારેક સંગઠન અને સરકાર વચ્ચે લોકશાહી બાબતે આપખુદશાહી પણ જોવા મળતી હોય છે. જેમ તુલસીદાસે કહ્યું છે ને કે ‘વિનધન પરત ફ્ુહાર’ – બસ એ જ વિચારધારા પર સંગઠનની લોકશાહી અને લોકશાહીનું સંગઠન ચાલે છે. અહીં વિચારોનાં વાદળોને નાના-મોટા અવાજે ગરજવાની લોકશાહી છે, પણ વરસવાની લોકશાહી વિશે પ્રશ્ન છે! હા, સૂત્રો અને આદેશોનો વરસાદ, ભલે ઝરમર ઝરમર, પણ એકધારો વરસતો રહે છે. કેટલીક લોકશાહી ગજબની હોય છે! કોઈપણ પાર્ટીનું સંગઠન હાઇકમાન્ડના ભાવ, સ્વભાવ અને પ્રભાવથી મુક્ત હોઈ જ ન શકે. જેમ લગ્નનો લય ત્યારે જ જળવાઈ રહે છે જ્યારે બે માણસો, મતલબ કે પતિ-પત્ની, એકબીજામાં સંલગ્ન થઈ ગયાં હોય! બસ, એવી જ રીતે કોઈપણ ગઠન ત્યારે જ સુગ્રથિત રહી શકે કે જ્યારે આદેશકર્તા અને આદેશકર્મી બંને એકબીજામાં સંગઠિત થઈ ગયાં હોય!

સંગઠનની સાચી લોકશાહી જ એને કહેવાય કે એ હાઇકમાન્ડના પ્રભાવ અને સ્વભાવથી ક્યારેય અલગ ન રહી શકે. એણે અલગ રહેવું પણ ન જોઈએ, નહીંતર સંગઠનના સભ્યોની રાજકીય કારકિર્દી અસુરક્ષિત બની જવાનો ખતરો ઊભો થાય! સંગઠનની લોકશાહી એક એવું વાજિંત્ર છે કે એમાં કી-બોર્ડ સંગઠનનું હોય, પણ સૂરાવલિ તો હાઇકમાન્ડની જ નીકળે! દરેક પાર્ટીઓની પોતપોતાની મૌલિક લોકશાહી હોય છે. જો કે આવી લોકશાહીમાં ક્યારેક ક્યાંક જૂથવાદ જોવા મળે, પણ ર્જી ઉરટ્વં?જૂથવાદ હોવો એ જ સાબિત કરે છે કે જે તે પાર્ટીની આંતરિક લોકશાહી કેટલી ભયાનકપણે મજબૂત અને તંદુરસ્ત છે!

જ્યાં જૂથવાદ છે ત્યાં વિચારોની વિવિધતા હોય છે. વૈચારિક વૈવિધ્ય વિના જૂથવાદ જન્મતોય નથી અને જામતોય નથી. વૈચારિક વિવિધતા જ પક્ષની એકતાને અખંડિત રાખે છે. માટે તો કહેવાય છે કે વિવિધતામાં એકતા! વિવિધતામાં રહેલી આવી અનોખી એકતા જે તે પાર્ટીના હાઇકમાન્ડને પળેપળે એલર્ટ રાખે છે. જૂથવાદ વગરની કોઈપણ પાર્ટી એવો દાવો ન કરી શકે કે અમારે ત્યાં આંતરિક લોકશાહી છે! જૂથવાદ તો આંતરિક લોકશાહીનો પ્રાણ છે સાહેબ!

દુનિયાના જે દેશોમાં લોકશાહી છે ત્યાં જૂથવાદ તો હોવાનો જ! રાજકીય પક્ષ ભલે કોઈ ચોક્કસ ‘વાદ’ના લેબલથી ઓળખાતો ન હોય, પણ એ જૂથ-વાદના લેવલથી તો ચોક્કસ ઓળખાય! અરે, એક પાર્ટીનો હાઇકમાન્ડ ભૂલે ચૂકેય અન્ય પાર્ટીના હાઇકમાન્ડને મળી જાય, તો બીજું કંઈ નહીં, પણ એટલું તો એ જરૃર જાણી લે કે કોની પાર્ટીમાં આંતરિક લોકશાહી ટોચ પર છે! લોકશાહીને વરેલા (લોકશાહી માટે ઝઝૂમેલા નહીં એવા) નેતાઓનો એક જ માપદંડ છે કે જૂથવાદનું પ્રમાણ જેટલું વધારે, પાર્ટીની આંતરિક લોકશાહીનો ગ્રાફ્ એટલો ઊંચો!

જૂથવાદને કેટલાક લોકો પક્ષની આંતરિક લોકશાહીના લાડકા સંતાન તરીકે ઓળખે છે. જૂથવાદ હોય ત્યાં ભૂલથીય એવું ન વિચારાય કે એમાં પણ બધા સમાન વિચારધારા વાળા જ હોય! ભારતીય રાજકારણની આ જ તો મોટી વિશેષતા છે કે અહીં વિચાર કરતાં વ્યક્તિ મહાન છે. જૂથ કોઈપણ હોય એના કેન્દ્રમાં વિચાર નહીં,વ્યક્તિ હોય છે. એક જમાનો હતો સાહેબ, કે જે તે રાજકીય પક્ષો પોતપોતાની અલગ અલગ વિચારધારાથી ઓળખાતા! આજે વ્યક્તિથી ઓળખાય છે! વિચાર કરતાં પ્રભાવનું મહત્ત્વ આજે વધારે છે. કેટલીક પાર્ટીઓની લોકશાહી જુદો જ રાગ આલાપતી હોય છે. ત્યાં વ્યક્તિનું તો મહત્ત્વ હોવાનું જ, પણ એ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ એ વ્યક્તિના વિચારને નહીં એના ભાવને મહત્ત્વ આપે છે. વિચારને સમજવા માટે ઓછામાં ઓછું એક મગજનું હોવું અનિવાર્ય હોવાથી કેટલાક એવી ઝંઝટમાં પડવાને બદલે, વ્યક્તિના ભાવથી જ ખુશ થઈ જાય છે.

ટૂંકમાં માળી બદલાઈ જવાથી બગીચાને ફ્ેર પડતો હશે કે કેમ, ખબર નહીં… બગીચામાં મહેકી રહેલા કેટલાક છોડવાંને જરૃર પડવાનો! માવજત કરવાની પદ્ધતિ દરેક માળીની જુદી હોય ને!

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો