changes in girls body after loosing virginity, know more
NIFTY 11,404.15 +48.40  |  SENSEX 37,790.84 +145.94  |  USD 69.9675 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વર્જિનિટી ગુમાવ્યા બાદ યુવતીઓના શરીરમાં થાય છે આવા બદલાવ

વર્જિનિટી ગુમાવ્યા બાદ યુવતીઓના શરીરમાં થાય છે આવા બદલાવ

 | 6:29 pm IST

કોઈ પણ યુવતીનું વર્જિનિટી ગુમાવવુ એક મોટો મુદ્દો છે. ખાસ કરીને ભારત જેવા શહેરમાં. યુવતીઓ માટે પહેલા ઈન્ટરકોસ બાદ બોડીમાં કયા બદલાવ આવે છે, તે જાણવા વિશે હંમેશા ઉત્સુકતા હોય છે. તો આજે તમારી આ ઉત્સુકતાના તમામ જવાબ આપી દઈએ.

1. જ્યારે તમે એકવાર સેક્સ કરવાનું શરૂ કરી દો છો, તો વજાઈનાના લચીલાપણામાં પણ બદલાવ શરૂ થાય છે. વજાઈનાને પેનિટ્રેશનની ટેવ પાડવામાં થોડો સમય લાગે છે.

2. જ્યારે તમે ઉત્તેજનાની સ્થિતિમાં હોવ છો, તો તમારી ક્લિટરીસ પણ મોટી થઈ જાય છે, અને યુટ્રસનો આકાર પણ વધી જાય છે. કેટલાક દિવસો બાદ તમારું શરીર સેક્સને લઈને સામાન્ય થઈ જાય છે.

3. સેક્સ દરમિયાન અને સેક્સ બાદ તમારા બ્રેસ્ટના ટિસ્યુ ફૂલી જાય છે અને આ કારણે તમારા બ્રેસ્ટ ટાઈટ થઈ જાય છે. ઉત્તેજના સમયે બ્રેસ્ટમાં બ્લડ સરક્યુલેશન પણ વધી જાય છે. પરંતુ સેક્સ બાદ આ સ્થિતિ સામાન્ય થઈ જાય છે.

4. જેમ જેમ સેક્સ તમારી જિંદગીનો ભાગ બની જાય છે, તેમ તેમ શરીર રોજ નવા નવા અનુભવોમાંથી પસાર થાય છે. સેક્સ ઉત્તેજના બાદ તમારા નિપ્પલના ચારે તરફથી બ્લડ સરક્યુલેશન વધી જાય છે અને તેના મસલ્સ પણ સખત થઈ જાય છે.

5. એક વાત તમે જરૂર નોટિસ કરશો કે, સેક્સ બાદ તમારી ત્વચામાં ચમક દેખાવા લાગશે અને તમે પહેલાથી વધુ રિલેક્સ્ડ અનુભવશો. હકીકતમાં આવું હેપ્પી હોર્મોન્સને કારણે થાય છે.

6. તમારા હેપ્પી હોર્મોન્સ જેમ એક્ટિવ થાય છે, તેમ તમારા પીરિયડ્સ પણ થોડા દિવસ આગળ ખેંચાવાના શરૂ થઈ શકે છે. પરંતુ તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. તેનો મતલબ એ નથી કે, તમે પ્રેગનેન્ટ છો, પરંતુ તે બતાવે છે કે, તમારુ શરીર બદલાવોમાંથી પસાર થઈ રહ્યું છે.

7. વર્જિનિટી ગુમાવ્યા બાદ યુવતીઓ આવા ભાવનાત્મક પાસામાઁથી પસાર થાય છે, જ્યાં તે ખુશ પણ થાય છે અને દુખી પણ. આવું હોર્મોન્સને કારણે થતા બદલાવથી થાય છે. આ સમયે તમે સારુ પણ ફીલ કરી શકો છો, અને ખરાબ પણ.