changes-to-h1b-visas-to-be-given-to-most-skilled-highest-paid-foreign-workers
  • Home
  • Featured
  • H-1B વિઝા પોલિસીને લઇને અમેરિકા એક્શનમાં, આવી ગયા ભારતીયો માટે માઠા સમાચાર

H-1B વિઝા પોલિસીને લઇને અમેરિકા એક્શનમાં, આવી ગયા ભારતીયો માટે માઠા સમાચાર

 | 3:44 pm IST

ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે H-1B વિઝાની અરજી પ્રક્રિયામાં અમુક મોટા ફેરફારો કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. પ્રસ્તાવિત નવા નિયમો અનુસાર કંપનીઓને હવે એન્ડવાન્સમાં પોતાની પિટિશન્સને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેનો હેતુ અમેરિકાના આ સૌથી લોકપ્રિય વર્ક વિઝાને માત્ર સૌથી વધુ કુશળ અને સૌથી વધારે વેતન ધરાવનાર વિદેશી કર્મચારીઓને આપવાનો છે.

તમને જણાવી દઇએ કે, ભારતીય આઈટી કંપનીઓ અને પ્રોફેશનલ્સની વચ્ચે H-1B વિઝા ઘણા લોકપ્રિય છે. તો સ્વાભાવિક છે કે H-1B વિઝા પ્રક્રિયામાં ફેરફાર થવાથી સૌથી વધુ પ્રભાવિત ભારતીયો જ થવાના છે.

અમેરિકી સંસદે એક વર્ષમાં H-1B વિઝાની સૌથી વધુ સીમા નક્કી કરી રાખી છે. તેના મતે, એક નાણાકીય વર્ષમાં સૌથી વધુ 65,000 H-1B વિઝા જાહેર થઇ શકે છે.

જો કે, અમેરિકામાંથી માસ્ટર ડિગ્રી મેળવનાર અને ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદેશીઓ માટે અલગથી વર્ષના 20,000 H-1B વિઝા જાહેર કરવામાં આવે છે, જે 65 હજારની ઉચ્ચ સીમાથી વધારે છે. નવા નિયમો અનુસાર USCISની પાસે આ અધિકાર સુરક્ષિત હશે કે તે અમેરિકામાં ઉચ્ચ શિક્ષા મેળવવા ઇચ્છનારને 65,000 વિઝા લિમિટથી છૂટ આપી શકે છે કે નહીં.

નવા પ્રસ્તાવિત નિયમો વિશે શુક્રવારે નોટિસ જાહેર કરવામાં આવી છે. તેના મતે, H-1B વિઝા પર વિદેશી વર્કરોની નિયુક્તિ કરનાર કંપનીઓને હવે એડવાન્સમાં પોતાને યૂએસ સિટિજનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસેજ (USCIS) પર ઇલેક્ટ્રોનિકલી રજિસ્ટર કરવું પડશે. તેમણે એડવાન્સમાં બતાવવું પડશે કે અમુક સમય મર્યાદામાં તે કેટલા વિઝા માટે અરજી કરશે.

શું છે H-1B વિઝા
H-1B વિઝા નૉન-ઇમિગ્રેટ વિઝા છે જે અમેરિકામાં કાર્યરત કંપનીઓને વિદેશો વર્કરોને નોકરી આપવા માટે મંજૂરી આપે છે. અમેરિકામાં ટેક કંપનીઓ દર વર્ષે આ વિઝા મારફતે ભારત અને ચીન જેવા દેશોના હજારો કર્મચારીઓને હાયર કરે છે. H-1B વિઝા પ્રોગ્રામ 1990માં શરૂ કરવામાં આવ્યો હતો. તેના મારફતે અમેરિકી કંપનીઓ એન્જિનિયરિંગ અને આઈટી જેવા અમુક ખાસ પ્રોફેશનમાં સ્ટાફની કમીને પુરી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.