chanting this manttra before hanumanji pujan gives much result
  • Home
  • Astrology
  • હનુમાનજીની પૂજા પહેલા આ મંત્રો બોલવાથી મળે છે અદભૂત ફળ

હનુમાનજીની પૂજા પહેલા આ મંત્રો બોલવાથી મળે છે અદભૂત ફળ

 | 2:12 pm IST

જ્યારે ભક્તોની વાત આવે ત્યારે હનુમાનજીથી પરમ મોટાં કોઈ ભક્ત નથી. તેમના રુંએ રુંએ શ્રીરામ છે તેમ કહેવું સહેજ પણ ખોટું નથી. ભક્તોને અનેક પ્રકારે સહાય કરતા હનુમાનજી કળિયુગમાં વિશેષ રૂપે પૂજાય છે. તેમના દર શનિવારે દર્શન કરવા જવા વાળા ભક્તોની સંખ્યા ઘણી મોટી હોય છે. શિયાળો હોય કે ઉનાળો કે પછી વરસતો વરસાદ શનિવાર અનેકવાર હનુમાનજીના મંદિરની બહાર મોટી લાઈનો જોવા મળે છે. રામ ભક્ત હનુમાન આદર્શ દેવતા છે. જો હનુમાનજીની વિશેષ કૃપા જોઈતી હોય તો હનુમાનજીના દર્શન કરતાં પહેલાં જય શ્રી રામ અવશ્ય બોલો. ભગવાન રામનો આ નાનકડો મંત્ર પણ હનુમાનજીની અસીમ કૃપાની પ્રાપ્તિનો દરવાજો ખોલી નાંખે છે.

મંત્ર:
ॐ રામ ॐ રામ ॐ રામ

જે ભક્ત શ્રીરામની પૂજા શ્રદ્ધાથી કરે છે તેના પર હનુમાનજીની કૃપા સદા માટે રહે છે. જ્યાં પણ શ્રીરામના નામનો જાપ થાય છે ત્યાં હનુમાનજી સ્વયં કોઈને કોઈ સ્વરૂપમાં ઉપસ્થિત થઈ જાય છે. એટલું જ સઘળું બરોબર કરી દે છે. શાસ્ત્રોનુસાર હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે જે સશરીર આ પૃથ્વી પર વિચરણ કરે છે. હનુમાનજી તેમના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે. કળિયુગમાં હનુમાનજીની આરાધના ગ્રહ, મન, કર્મ તેમજ વિચારોના દોષને દૂર કરી સુખ-સફળતા આપે છે. મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય પણ સરળ બનાવી આપે છે. તેમને સંકટમોચન પણ કહેવાય છે. હનુમાનજીની પૂજા આમ તો કોઈપણ વારે કરી શકાય છે પરંતુ મંગળવાર અને શનિવારે કરેલી પૂજા વિશેષફળદાયી રહે છે.

કેવી રીતે કરવી હનુમાનજીની આરાધના
અનેક પ્રકારની સમસ્યાઓ જ્યારે જીવનને ઘેરી વળે ત્યારે રાત્રે હનુમાનજી સમક્ષ માટીના પાત્રમાં તેલનો દીવો કરવો. હનુમાનજીની પૂજા સ્ત્રીઓ પણ કરી શકે છે. આ ઉપરાંત મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. હનુમાનજીની પૂજા પહેલાં ભગવાન શ્રીરામજીની પૂજા અને મંત્ર કરવા. હનુમાનજીની આરાધના કરતાં પહેલાં જો ભગવાન શ્રીરામના આ મંત્રનો જાપ કરવામાં આવે તો ઉત્તમ ફળ તુરંત પ્રાપ્ત થાય છે. મંત્ર સ્મરણ કર્યા પછી શ્રીરામની સ્તુતિ અને આરતી કરવાથી પણ હનુમાનજીની અસીમ કૃપા ઉતરે છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન