easy mantras of lord shiva: chanting in shravan gives Shivkrupa
  • Home
  • Astrology
  • શ્રાવણમાં નિત્ય પૂજામાં આ આઠ મંત્ર કરવાથી શિવ થાય છે પ્રસન્ન

શ્રાવણમાં નિત્ય પૂજામાં આ આઠ મંત્ર કરવાથી શિવ થાય છે પ્રસન્ન

 | 4:38 pm IST

શ્રાવણ માસ પવિત્ર માસ છે. આ સમયમાં શિવજીની કરેલી પૂજા વિશેષ ફળદાયી નિવડે છે. આ પૂજામાં જો આ 8 મંત્રનો જાપ કરવામાં આવે તો મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે.

શ્રાવણમા મહીનામાં દેવોના દેવ મહાદેવની પૂજા સામાન્ય રીતે તમામ હિંદૂ ઘરમાં થાય છે. અન્ય સંપ્રદાયમાં પણ શ્રાવણ દરમિયાન શિવજીની પૂજા આરાધના કરવામાં આવે છે. શિવજી એ તો ભોળોનાથ છે. આ અવધિમાં તેની પૂજા અર્ચના કરવાથી મનુષ્યની તમામ ઈચ્છાઓની પૂર્તિ થાય છે. દાદો એટલો ભક્ત વસ્તલ છે કે એક લોટા પાણી, એક બિલિપત્ર  અને ચોખા તેમજ ચંદનથી પ્રસન્ન થઈ જાય છે. તે ભક્તોના કષ્ટોને હરી લે છે. એમાંયે જો તેને પૂર્ણ શ્રદ્ધાથી બમ બમ ભોલેના નાદ સાથે દિવસમાં ત્રણવાર યાદ કરવામાં આવે તો શંકર ભગવાન પ્રસન્ન થાય છે.  સાથે જ શ્રાવણ મહીનામાં પૂજાની સાથે 8 મંત્રોનો જાપ પણ કરો તો સોનામાં સુગંધ જેવો ઘાટ થાય છે.

શિવજીની પૂજા પાંચ ચરણમાં થાય છે જે આ પ્રકારે છે. સૌથી પહેલા દેવનું આવહાન કરીને તેમની તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની પર શુદ્ધ જળથી અર્ઘ્ય આપવો જોઈએ.

આચમનઃ પછી ઘી, દૂધ, દહીં, મધ, સાકર અને અંતમાં શુદ્ધ જળ ચઢાવીને પંચામૃતથી સ્નાન કરવું અને મંત્રો સહિત આચમન કરવું.

આરતી સૌથી અંતમાં  ધૂપ, દીપ અને કપૂરથી શિવજીની આરતી કરો અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરો.

શિવના સાવ સરળ આઠ મંત્રો
1. ૐ નમઃ શિવાય ।
2. ૐપ્રૌં હ્રીં ઠઃ ।
3. ૐ ઉર્ધ્વ ભૂ ફટ્ ।
4. ૐ ક્ષં મં ઔં અં ।
5. ૐ નમો નીલકંઠાય ।
6. ૐ પાર્વતીપતયે નમઃ ।
7. ૐ હ્રીં હ્રૌં નમઃ શિવાય ।
8. ૐ નમો ભગવતે દક્ષિણામૂર્ત્તયે મહ્યં મેધા પ્રયચ્છ સ્વાહા ।