તેજ પ્રતાપના લગ્નમાં ભારે હંગામો, સ્ટેજ તુટ્યું, ખાવાના સામાનની લુંટ - Sandesh
  • Home
  • Featured
  • તેજ પ્રતાપના લગ્નમાં ભારે હંગામો, સ્ટેજ તુટ્યું, ખાવાના સામાનની લુંટ

તેજ પ્રતાપના લગ્નમાં ભારે હંગામો, સ્ટેજ તુટ્યું, ખાવાના સામાનની લુંટ

 | 8:53 am IST

આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્નમાં ખાવાનો સામાનની રીતરસની લુંટ ચાલી હતી. તેવી જ રીતે લગ્નમાં વીઆઈપી અને મીડિયા માટે બનેલા સ્ટેજ પણ વધારે પડતી ભીડના કારણે તુટી પડ્યું હતું.

લગ્ન સમારંભમાં હજારો લોકો માટે સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ વરમાળા પહેરાવવાના કાર્યક્રમના થોડા જ સમય બાદ ભીડ બેકાબુ બની. ભીડે રીતરસરની ખાવાના સામનની લુંટ મચાવવાની શરૂ કરી દીધી હતી. ખાવાના સામાનની લુંટ ચલાવનારાઓ આરજેડીના સમર્થકો હોવાનું કહેવાય છે. લોકોએ એ હદે ઉત્પાત મચાવ્યો હતો કે, ગણતરીની મીનીટોમાં જ લગ્ન સમારોહમાં ચારેકોર ટૂટેલા વાસણો, ટેબલ અને ખુરસીઓ નજરે પડતાં હતાં.

લાલુ પ્રસાદના પુત્ર અને બિહારના ભૂતપૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવના શનિવારે રાત્રે ધારાસભ્ય ચંદ્રિકા રાયની દિકરી એશ્વર્યા રાય સાથે સાત ફેરા લીધાં હતાં. આ લગ્ન સમારંભમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેમના પત્ની ડિમ્પલ યાદવ સહિતના વીવીઆઈપીઓ ભાગ લીધો હતો. પરંતુ સમારોહમાં ભારે અરાજકતા ઉભી થઈ હતી.

લગ્નમાં ભાગ લેવા આવેલા આરજેડીના સમર્થકો અચાનક જ વીઆઈપી અને મીડિયા માટે બનાવવામાં આવેલા સ્ટેજ પર ચડી ગયાં હતાં. જેના કારણે સ્ટેજનો એક ભાગ તુટી પડ્યો હતો. ત્યાર બાદ લગ્ન સમારોહમાં ભારે અરાજકતા સર્જાઈ હતી. ભીડ ખાવાના સામાન પર રીતસરની તુટી પડી હતી. કેટરરના જણાવ્યા પ્રમાણે બેકાબુ ભીડે વાસણો, ભોજન અને અન્ય સામાન લુંટી લીધી. જ્યારે પાર્ટીના અનેક નેતાઓએ લોકોને કાબુમાં કરવાના અનેક પ્રયાસ કર્યા હતાં જે નિષ્ફળ રહ્યાં હતાં. અનેક કેમેરામેન અને મીડિયાકર્મીઓએ પણ તેમની સાથે ઝપાઝપીની અને તેમનો સામાન પણ લુંટી લેવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી.

આ ઘટનામાં લાલુ પ્રસાદ યાદવને બચાવવા જતાં તેમનો સુરક્ષા કર્મી પણ ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના વરમાળાના રીવાજ સમયે ઘટી હતી. અચાનક જ 20 થી 25 લોકોનું ટોળું સ્ટેજ પર ચડી જતાં આ લગ્ન સમારોહમાં અરાજકતા ઉભી થઈ હતી.