Health Tips for weight loss chapati or rice what is the better
  • Home
  • Featured
  • રોટલી કે ભાત શાનાથી વધે છે વજન? આ વસ્તુઓથી રહો દુર

રોટલી કે ભાત શાનાથી વધે છે વજન? આ વસ્તુઓથી રહો દુર

 | 1:57 pm IST

આપણે ત્યાં મોટા ભાગે એવું માનવામાં આવે છે કે વધારે પડતી રોટલીકે પછી ભાતનો ઉપયોગ જો જમવામાં કરવામાં આવે તો વજન ખુબ જ વધી જાય છે. પણ આ માત્ર ભ્રામક માન્યતા છે આવુ નથી કે ભાત કે રોટલીથી ચરબી નથી વધતી. પણ જમવામાંથી તેને સાવ બંધ ન કરવી જોઈએ.

વાત જ્યારે વજન ઘટાડવાની આવે લોકો પહેલા જમવામાંથી રોટલી અને ભાતને જાણેકે ગાયબ કરી દે છે. તો કેટલાક લોકો માને છે કે રોટલી ખાવાથી વજન ઘટે છે. આ બંને વસ્તુઓમાં હાઈ કાર્બોહાઈડ્રેટ હોય છે એટલે વજન ઓછો કરવા જમવાથી તેને બિલ્કુલ બંધ ન કરવુ જોઈએ. તો આજે જણાવીશું વજન ઘટાડવા માટે શું ખાવું યોગ્ય છે શું ખાવુ ન જોઈએ.

કોનામાં કેટલું હોય છે ન્યૂટ્રિશન?

1/3 કપ ચોખામાં 80 કેલરી, 1 ગ્રામ પ્રોટીનમાં 0.1 ગ્રામ ફેટ અને 18 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. તો 6 ઈંચની એક રોટલીમાં 71 ગ્રામ કેલરી, 3 ગ્રામ પ્રોટીન 0.4 ગ્રામ ફેટ અને 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. આ સિવાય રોટલીમાં વિટામિન A, B1, B2, B3, કેલ્શિયમ અને આયરન હોય છે. એટલું જ નહી 1 રોટલીમાં 1 કપ ભાતથી વઘારે ફાઈબર હોય છે. જે પાચનક્રિયાને સરખી કરવામાં મદદરૂપ થાય છે. આથી ભાત કરતા રોટલી ખાવી વધારે ફાયદાકારક છે.

ભાત કે રોટલી શું ખાવુ છે યોગ્ય?

એક્સપર્ટ અનુસાર રોટલી ખાવી વધારે ફાયદાકારક છે. પણ ડાયટમાં બંનેનું બેલેન્સ રાખવું જરૂરી છે. જો વજન ઘટાડવા માંગો છો તો પ્લેન સફેદ ભાત ખાવાથી રહો દુર. જો ભાત વધારે ભાવતા હોય તો ભાતમાં શાકભાજી ભેળવીને ખાવામાં ઉપયોગમાં લો. સાથે ડીનરમાં ભાતની જગ્યાએ રોટલી લો. રોટલીમાં ફાઈબરનો જથ્થો હોય છે. જે સરળતાથી પચી જાય છે. આનાથી ઉંધ પણ નથી આવતી.

વજન ઘટાડવા કેટલું લેવું જોઈએ કાર્બોહાઈડ્રેટ

દરેક વ્યક્તિ માટે પ્રતિદિન 45થી 65% કાર્બ્સ લેવા જરૂરી હોય છે. જો તમે 2000 કેલરી ડાયટ પ્લાન કરી રહ્યા છો દિવસ દરમિયાન 225થી 325 ગ્રામ કાર્બ્સ લો. જો તમે ખુબજ ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો આની માત્રા 50થી 150 ગ્રામ કરી નાખો.

રોજ કેટલી ખાવી જોઈએ ભાત અને રોટલી?

જો તમે ખુબજ જલ્દી વજન ઘટાડવા માંગો છો તો તમે લંચમાં બે રોટલી એક વાટકી ભાત સાથે શાક અને સલાડ ખાઈ શકો છો. રાત્રે ભાતની જગ્યાએ 2 રોટલી ખાવી જોઈએ. આ સિવાય તેલ, ઘીની રોટલી અને પરોઠાથી દુર રહેવુ જોઈએ.

રોટલીની જગ્યાએ આ વસ્તુઓનું કરો સેવન

જો તમે ઘંઉની રોટલી ખાતા હો તો તેની જગ્યાએ તમે જુવાર, બાજરો, મકાઈ, સોયાબીન ભેળવીને ખાઈ શકો છો. આ મલ્ટી ગ્રેન રોટલી ફાઈબર, મિનરલ્સ, પ્રોટીન અને વિટામિનથી ભરપુર હોય છે. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ લાગશે અને તમને વારંવાર ભુખ નહી લાગે. આ સિવાય તે તમારા શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે.

ભાતને કુકરની જગ્યાએ તપેલામાં વધારે પાણી નાંખીને રાંધો. ભાત ઉકળે પછી તેમાં રહેલ સ્ટાર્ચવાળુ પાણી બહાર કાઢી નાંખો, આનાથી તેની ન્યૂટ્રિશિયસ વેલ્યૂ વધી જશે દે. ભાતને દાળ સાથે ખાવ. તમારા ભોજનમાં ભાત, દાળ, શાક રોટલી, દહી, ફળ, કચ્ચુમ્બર, સલાડ ખાવ. અનપોલિશ્ડ, બ્રાઉન ભાત ખાવ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન