NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • કરિશ્મા તન્નાએ મારો ભરપૂર લાભ ઉઠાવ્યો : ઉપેન પટેલ 

કરિશ્મા તન્નાએ મારો ભરપૂર લાભ ઉઠાવ્યો : ઉપેન પટેલ 

 | 2:07 am IST

ખૂબ જ ઓછા સિતારા હોય છે જે પોતાની રિલેશનશિપ વિશે ખૂલીને વાતો કરે છે. ઉપેન પટેલે પોતાના અને કરિશ્મા તન્નાના સંબંધ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે કરિશ્માએ મારો ભરપૂર લાભ ઉઠાવ્યો છે અને દરેક તબક્કે મારો ઉપયોગ જ કર્યો છે. મારું કામ પતી ગયું એટલે તેણે મને ખૂબ જ સિફતથી દૂર કરી દીધો. તેના જીવનમાં લાગણીઓ અને સંબંધો માટે કોઈ જગ્યા નથી. થોડા સમય પહેલાં ઉપેન પટેલ અને કરિશ્મા તન્ના લંચ ડેટ પર જોવા મળતાં બંનેમાં પેચઅપ થયું હોવાના અહેવાલ હતા. ઉપેને આ અંગે જણાવ્યું હતું કે અમારી મુલાકાત કામ માટે જ થઈ હતી. અમારામાં હવે પેચઅપ શકય નથી. ઉપેને આ વાત માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર જણાવી હતી. ઉપેને ટ્વિટ કરી જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી ખરાબ અનુભવ એ છે કે તમારો ઉપયોગ થઈ રહ્યો હોય અને તમારી સાથે જુઠં બોલાયું હોય. જો એક સંબંધ પૂર્ણ થઈ જતો હોય તો તેને ફરી હવા ન આપો. જવા દો. મરેલા ફૂલને ફરી પાણી આપવાનો પ્રયાસ ન કરો.

1