ચાર્લી વેડમેયરે મોતને પણ મ્હાત કરી સિધ્ધિ હાંસલ કરી - Sandesh
  • Home
  • Kids Corner
  • ચાર્લી વેડમેયરે મોતને પણ મ્હાત કરી સિધ્ધિ હાંસલ કરી

ચાર્લી વેડમેયરે મોતને પણ મ્હાત કરી સિધ્ધિ હાંસલ કરી

 | 12:03 am IST

મહાનુભાવ :- રિદ્ધિ મહેશ્વરી

મિશિગન સ્ટેટ ફૂટબોલનો ખેલાડી ચાર્લી વેડમેયર કોલેજકાળમાં પોતાની રમત માટે ઘણા માન-સન્માન મેળવી ચૂક્યો હતો. ‘ઇસ્ટ-વેસ્ટ શ્રાઈન ક્લાસિક’ અને ‘હુલા બોલ’ બંને તરફથી તે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂક્યો હતો. કોલેજનું ભણતર પૂરું કરી તે લોસ ગેટોસ, કેલીર્ફોિનયામાં શિક્ષક બનવાની સાથે હાઈસ્કૂલ ફૂટબોલ ટીમનો કોચ પણ બની ગયો. તે પત્ની લ્યુસી, પુત્રી કેરી અને પુત્ર કેલે સાથે મજાનું જીવન ગુજારી રહ્યો હતો. પણ ઇશ્વરે તેના જીવનમાં કાંઇક અઘટિત ક્ષણોનું નિર્માણ કર્યું હતું. ૧૯૭૭માં જ્યારે ચાર્લી ફક્ત ૩૦ વર્ષનો જ હતો અને તે ALS (Amyotrophic lateral sclerosis)- લુ ગેહરીગ્સ ડીસીઝ- જે વારંવાર ઉથલો મારતો ચેતાતંત્રનો રોગ કહેવાય છે, તેનો શિકાર બન્યો. આ રોગના દર્દીનું ચેતાતંત્ર નિૃતન થતું જાય છે અને દર્દી પોતાના સ્નાયુઓ પરનો કાબુ ગુમાવતો જાય છે. દુર્ભાગ્યે આ પ્રકારના રોગની કોઈ ચોક્કસ દવા કે સચોટ ઈલાજ ન હતો. ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા અને ફેંસલો સંભળાવી દીધો કે ચાર્લી હવે વધુમાં વધુ ત્રણેક વર્ષ કાઢી શકશે. જેમ જેમ રોગની તીવ્રતા વધતી ગઈ તેમ તેમ ચાર્લી માટે ચાલવું કે બોલવું પણ મુશ્કેલ થઇ ગયું, વાત વધુ ગંભીર ત્યારે બની જ્યારે તેના ફેફસાં પણ કામ કરતા બંધ થવા લાગ્યા. તે કૃત્રિમ શ્વાચ્છો-શ્વાસના મશીન વગર શ્વાસ પણ લઇ શક્તો ન હતો.

એક દિવસ અચાનક ચાર્લીની  જડ થઇ રહેલા શરીરમાં ચેતનાનો સંચાર થવા લાગ્યો અને એ ચેતનામાં તેણે ફરી હાઈસ્કૂલ ફૂટબોલ ટીમને કોચિંગ આપવાનું શરૂ કર્યું. સેન્ટ્રલ કોસ્ટ સેક્શન ચેમ્પિયનશીપમાં ચાર્લીની ટીમ વિજેતા બની. રાષ્ટ્ર આખાએ આ ઘટનાની નોંધ લીધી. બધાંને આૃર્ય એ વાતનું હતું કે આ ચમત્કાર કઈ રીતે શક્ય બન્યો? હકીકત એ હતી કે ચાર્લીની વાચા તેને સાથ આપતી ન હતી ત્યારે તેના હોઠોના હલનચલનને ટીમના અસિસ્ટન્ટ વાંચી શક્તા હતા અને તેને શબ્દશઃ તેઓ ટીમ સાથે અભિવ્યક્ત કરતા અને એ રીતે કોચિંગ સફળ રીતે શક્ય બન્યું.

આશાનો સંદેશો અને પ્રોત્સાહન આપતો એક આસ્થાવાન માનવી તથા વક્તાને ચાર્લીએ કહ્યું હતું કે હું ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવું છું અને ઈશ્વરે મારા તેમજ દરેકના જીવનને કઈ રીતે ઘડવું તે પૂર્વનિશ્ચિત હોય છે. ચાર્લી વેડમેયરે પોતાનો સંદેશ લોકોના હૃદય સુધી પહોંચાડવા ઈંગ્લેન્ડ, ઈટાલી, સ્વીઝરલેન્ડ, ફ્રાન્સ અને હોલેન્ડ જેવા દેશોનો પ્રવાસ કર્યો તેમજ ચાર્લી અને તેની પત્ની લ્યુસીએ યજમાન બની વિશ્વભરમાંથી આવતા અનેક લોકોની આગતા-સ્વાગતા કરી, જે લોકો ચાર્લી વેડમેયરની અવિશ્વસનીય જીતને નજરે જોવા ઈચ્છતા હતા.

ચાર્લીની આ વાત એમ્મી એવોર્ડ વિજેતા PBS ડોક્યુમેન્ટરી – ‘વન મોર સીઝન’ અને CBS મુવી- ‘ક્વાએટ વિક્ટરી- ધી ચાર્લી વેડમેયરસ્ટોરી (૧૯૮૮)’- જેવા માધ્યમોથી વિશ્વ સમક્ષ રજૂ થઈ. ચાર્લીએ પોતે એક પુસ્તક પણ પ્રકાશીત કર્યું- ચાર્લી’ઝ વિક્ટરી.

ચાર્લીએ એક બહુ સરસ વાક્ય કહ્યું છે,’હું જીવતો રહ્યો અન્યોની આશા જીવંત રાખવા, આનાથી વધુ શ્રેષ્ઠ હેતુ કયો હોઈ શકે?’

[email protected]