NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kheda – Anand
  • ચરોતરને ખોળેથી ટચુકડા પક્ષીએ અસ્તિત્વ ગુમાવ્યું

ચરોતરને ખોળેથી ટચુકડા પક્ષીએ અસ્તિત્વ ગુમાવ્યું

 | 6:35 am IST

પૃથ્વીના સમગ્ર વાતાવરણને કર્ણપ્રિય કલરવ સુરમ્ય સૂરથી ચહકાવી દેતા પ્રાણી-પક્ષીઓ વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિ પર્યાવરણ સાથે સુસંકલન સાધી પોતાના અસ્તિત્વને ટકાવી રાખે છે. જોકે જીવસૃષ્ટિની કેટલીક પ્રજાતિઓ શ્રાપિત ગ્રહણ લાગ્યુ હોય તેમ ધીરે-ધીરે અસ્તિત્વ ગુમાવી રહી છે. જેમાં ચી.ચી.ના ચહકાટ અને કુદકા સાથેની ફલાંગો ભરતી ચકલી તદ્દન નામશેષ થવા બેઠી છે. ચકલીના અસ્તિત્વને ટકાવી રાખવા સામાજીક જાગૃત્તિના ઉદ્દેશ્યથી પ્રત્યેક વર્ષે ૨૦મી માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવામા આવે છે. ત્યારે વધતા જતા શહેરીકરણ, મોબાઇલ ટાવરોના રેડીએશન, હિંસક પશુઓનો શિકાર, દુષિત અને ઝેેરી ખોરાક આરોગવા સહિતના કારણોને લઇને પ્રજાતિએ અસ્તિત્વ ગુમાવી દીધુ હોવાના અભ્યાસોને પગલે ઘરઆંગણાના પક્ષીને જીવંત રાખવાની અનિવાર્યતા ઉભી થઇ છે.

ચરોતરના શહેરી-ગ્રામ્ય વિસ્તારોની શેરીઓ, પોળો, સોસાયટીઓ અને ચાલીઓ, રહેણાંક વિસ્તારોમાં બન્ને પગે ઠેકીને ચાલતી સતત સર્તકતાપૂર્વક ચોતરફ નજર દોડાવીને સબ સલામતની ખાત્રી મેળવીને ચણ ચણતી,  ચી..ચી..ના ચહેકાટથી વાતાવરણને ચહકાવી દેતી ચકલી લગભગ લુપ્ત થવાને આરે ઉભી છે. વર્ષો પૂવે ઘાસ-ફુસ અને અન્ય ચીજો વર્ડે ઘરની બખોલ, દિવાલના બાકોરા કે ફોટોગ્રાફની ફ્રેમો, વીજકનેકશન માટેના ખુલ્લા મીટરો, વૃક્ષોની બખોલમાં માળો બાંધીને પોતાના અસ્તિત્વની આલબેલ પોકારતી ચકલીઓનુ અસ્તિત્વ અવની ઉપરથી તદ્દન અદૃશ્ય થવા બેઠુ છે. ચી..ચી..નો ચહકાટ, નાના બચ્ચા અને તેમની ક્ષુધા સંતોષવા વારંવાર ઉડાઉડ આદરતા ચકલાયુગ્મોની સંખ્યા ગણતરીની સંખ્યા પૂરતી જ સિમીત રહેવા પામી છે શ્વાન, બિલાડી અને અન્ય પાલતુ માંસાહારી પ્રાણીઓનો શિકાર, દવા-કેમીકલવાળુ ખાદ્યાન્ન, સતત વધી રહેલા શહેરીકરણ, નષ્ટ થતી નવસંપદા વચ્ચે ઉભુ થતું ક્રોંક્રીટનું જંગલ અને કેટલેક અંશે પ્રાણી-પંખીઓ પ્રત્યે વિચારશીલ માનવીની ઉદાસીનતાને લઇને ઘરઆંગણાનુ ટચુકડી ચકલીનુ અસ્તિત્વ ભુંસાઇ રહ્યુ છે.  કેટલાક પ્રકૃત્તિવિદો, પર્યાવરણવાદી સંસ્થાઓ દ્વારા ચકલીની પ્રજાતિને જીવંત કે બચાવી રાખવા માટે સમયાંતરે જાગૃત્તિ વિષયક કાર્યક્રમો, પક્ષીઓની જાતિય ફળદ્રુપતા વધારવા માટેના ઉપાયો, ચકલીના માળા, પીવાલાયક જળપાત્રોની વિતરણ અને પ્રચાર-પ્રસાર કરાઈ રહ્યો છે. જેમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત નેચર કલબના ધવલ પટેલ દ્વારા પણ ચકલી સહિતના પક્ષીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કામગીરી હાથ ધરાઇ રહી છે. જો સમયસર આ પ્રજાતિઓ માટે સુરક્ષિત અભ્યારણનાં નિર્માણ, તેમના બચાવ તેમજ સ્થળાંતરની કાર્યવાહી, તેમના નિકંદનરૂપ કારણોનો ઉકેલ માટે  પગલાં નહી ભરાય તો માનવજાતની પ્લે ગ્રૃપ, નર્સરીમાં દાખલ થઇને અંગ્રેજી શિક્ષણ મેળવતી પેઢી ફક્ત પુસ્તકોમાં ચકલી પ્રજાતિના ઉપરછલ્લાં જ્ઞાાન અને તસ્વીરોથી તેમના અસ્તિત્વ વિષે સાચા અર્થમાં અજાણ રહી જશે.

વૃક્ષોના આડેધડ નિકંદનથી જીવસૃષ્ટિ સામે જોખમ

ખાણમાફિયાઓની જેમ વૃક્ષમાફિયાઓ દ્વારા પોતાનો આર્થિક સ્વાર્થ સાધવા વૃક્ષોનુ  નિકંદન કરાઇ રહ્યુ છે. ત્યારે માનવીથી સુરક્ષિત અંતર રાખીને વૃક્ષોની બખોલમંા વસતી પક્ષીસૃષ્ટિ વૃક્ષોના છેદન સાથે જ નિરાધાર અવસ્થામાં મુકાઇ જતી હોઇ કયારેક શિકારી પ્રાણીઓનો શિકાર, અયોગ્ય ખોરાક આરોગવાથી,  બિમારીના કારણે મૃત્યુની ગોદમાં પહોંચી જાય છે.

ડાયનાસોર યુગની જેમ ચકલીયુગ અસ્તિત્વમાં આવશે

ઘરઆંગણાના પક્ષી ચકલીના બચાવ, જાળવણી માટે જાગૃત્ત નાગરિકો, પર્યાવરણ વિદો દ્વારા ઉચિત પ્રયાસો કરવામા નહીં આવે તો કાળની ગર્તામાં વિલીન થઇ ગયેલા ‘ડાયનાસોર યુગ’ ચકલી પ્રજાતિનાં કિસ્સામાં ‘ચકલી યુગ’  ન બની જાય તે જોવાની આપણી ફરજ છે.