chasing a chicken and a dog goes viral video on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પશુની દુનિયાના નિયમોની પરે છે આ કુતરા અને મરઘાની દોસ્તી, વીડિયો જોઈ બાળપણમાં જતાં રહેશો!

પશુની દુનિયાના નિયમોની પરે છે આ કુતરા અને મરઘાની દોસ્તી, વીડિયો જોઈ બાળપણમાં જતાં રહેશો!

 | 4:55 pm IST

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આમ તો વીડિયોમાં કંઈ એટલું ખાસ નથી પણ વીડિયો જોઈને બસ તમારા મોઢા પર એક સ્મિત આવી જશે અને બાળપણમાં ચાલ્યા હશો. એક કુતરો અને મુરઘાની દોસ્તીનો વીડિયો સામે આવી રહ્યો છે. એમાં જોઈ શકાય છે કે બન્ને પકડમપટ્ટી રમી રહ્યા છે. તમે આટલું સાંભળીને એવું વિચારી રહ્યા હશો કે કુતરો પાછળ હશે અને મુરઘો આગળ આગળ ભાગી રહ્યો હશે. પરંતુ આવું કંઈ જ વીડિયોમાં જોવા મળી રહ્યું નથી.

મુરઘો કુતરાની પાછળ પડ્યો છે. બન્ને બિલકુલ એ રીતે રમી રહ્યા છે જે રીતે બાળપણમાં આપણે રમતો રમી રહ્યા હોઈએ. વીડિયોમાં જોઈ શકાય છે કે બન્ને લાકડાના કચરા આજુબાજુ રમી રહ્યા છે. કુતરો આગળ આગળ દોડી રહ્યો છે અને મુરઘો એની પાછળ દોટ લગાવી રહ્યો છે. આ વીડિયો જોઈ લોકોને પણ તેનું બાળપણ યાદ આવવા લાગ્યું છે અને હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન