અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા અને મેસેજિંગ સુવિધા આપતું સિમકાર્ડ લોન્ચ, અહીં કરો ક્લિક - Sandesh
  • Home
  • Technology
  • અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા અને મેસેજિંગ સુવિધા આપતું સિમકાર્ડ લોન્ચ, અહીં કરો ક્લિક

અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા અને મેસેજિંગ સુવિધા આપતું સિમકાર્ડ લોન્ચ, અહીં કરો ક્લિક

 | 4:28 pm IST

સિમ પ્રોવાઈડર ચેટસિમએ ગુરુવારે ઈટલીના મિલાનમાં પોતાનું લેટેસ્ટ ચેટ સિમ 2 સિમ કાર્ડ લોન્ચ કરી દીધું છે. કંપનીનો દાવો છે કે, આ સિમ કાર્ડમાં અનલિમિટેડ ઈન્ટરનેટ સર્ફિંગ અને મેસેજિંગની સુવિધા આપશે. આ સિમ કાર્ડ દ્વારા યૂઝર્સ 165 દેશોનાં લોકોને મેસેજ કરી શકે છે.

ChatSim 2 ને 26 ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલી મેગા ઈવેન્ટ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં વર્લ્ડ પ્રીમિયરમાં લોન્ચ કરવામાં આવશે. આ ઈવેન્ટ બાર્સેલોનામાં 1 માર્ચ સુધી ચાલશે. આ ઈવેન્ટમાં ચેટસિમ કાર્ડ વિશે વધું જાણકારી આપવામાં આવશે. ચેટસિમ 2 એ અનલિમિટેડ પેક ‘જીરો રેટિંગ કોન્સેપ્ટ’ પર આધારિત છે.

પહેલાના ચેટ સિમમાં યુઝર્સને ફોટો, વીડિયો મોકલવા અને વોઈસ કોલિંગ કરવા માટે કેટલાક મલ્ટીમીડિયા ક્રેડિટ્સ ખરીદવા પડતા હતા. જોકે ચેટ સિમ 2ને લઈને કંપનીએ દાવો કર્યો છે કે યુઝર મૂળ પ્લાન અંતર્ગત ઈન્ટરનેટ સર્ફિંગ અને બાકી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે.

કંપનીના અનુસાર ચેટ સિમ 2 દુનિયાભરના લગભગ 250 ટેલિકોમ ઓપરેટર્સ સાથે કામ કરશે. જેની પહોંચ 165થી વધારે દેશોમાં છે. સિમ કાર્ડ સાથે આવનારા પ્લામાં કેટલીક પસંદગીની એપ્લિકેશન દ્વારા અનલિમિટેડ ચેટ કરી શકાશે, જેમાં વોટ્સએપ, ફેસબુક મેસેન્જર, વી ચેટ, ટેલીગ્રામ, લાઈન અને હાઈક જેવી એપ્સ શામેલ છે.

આ સિમ આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ, એન્ડ્રોઈડ અને વિન્ડો ફોન તથા ટેબ્લેટ્સ પર કામ કરશે. હાલમાં ભારતમાં તેની શું કિંમત હશે, તેના વિશે કોઈપણ પ્રકારની જાણકારી સામે આવી નથી.