Chatting with your partner late at night on Whatsapp now
  • Home
  • Featured
  • Whatsapp પર હવે મોડી રાત સુધી કરો પાર્ટનર સાથે ચેટિંગ, કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે Online છો

Whatsapp પર હવે મોડી રાત સુધી કરો પાર્ટનર સાથે ચેટિંગ, કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે Online છો

 | 11:51 am IST
  • Share

વોટ્સએપ (Whatsapp) દ્વારા લોકોની જીંદગી આસાન થઈ ગઈ છે. કોરોના વાયરસ (Corona Virus)ના વધતા કેસોની વચ્ચે લોકો વોટ્સએપ (Whatsapp) દ્વારા પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહે છે. યુવાન છોકરા અને છોકરીઓ પણ આ એપનો વધારે ઉપયોગ કરે છે. જો તમે પણ મોડી રાત સુધી પાર્ટનર અથવા તો ખાસ મિત્રો સાથે વાત કરવા માંગતા હોવ અને તમે ઓનલાઈન હોવ તેની કોઈને જાણ ન થવા દેવી હોય તો આજે અમે તમને એક ટ્રિક જણાવીશું. જેના દ્વારા તમે મોડી રાત સુધી ચેટિંગ કરી શકશો અને કોઈને ખ્યાલ પણ નહીં આવે. આ ટ્રિક દ્વારા તમે ઓનલાઈન હોવા છતા કોઈને નહીં ખ્યાલ પડે કે તમે ઓનલાઈન છો. વોટ્સએપ ઉપર ઓનલાઈન દેખાયા વગર પણ તમે ચેટિંગ કરી શકો છો. તેના માટે તમારે એક થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. તમારે પ્લે સોટ્રમાંથી WA Bubble For Chat ડાઉનલોડ કરવી પડશે.

આ સ્ટેપ્સને ફોલો કરો

સૌપ્રથમ તમારે WA Bubble For Chat એપ ડાઉનલોડ કરવાની રહેશે

ડાઉનલોડ થયા પછી એપમાં કેટલીક પરવાનગી માંગવામાં આવશે જેની પરમિશન તમારે આપવી પડશે

વોટ્સએપ પર આવનારા મેસેજ તમને બબલ્સમાં નજરે પડશે.

જો તમે અહિંયા ચેટિંગ કરશો તો તમને Offline જ બતાવશે અને તમે ઓફલાઈલ હોવા છતા આસાનીથી ચેટ કરી શકશો.

આ એપની મદદથી તમે વોટ્સએપને ખોલ્યા વગર ચેક કરી શકશો.

ઉલ્લેખનિય છે કે વોટ્સએપ તમને આ પ્રકારનું કોઈ ફીચર કે સુવિધા નથી આપતું. અમે માત્ર જાણકારી માટે આ એપ વિશે જણાવ્યું છે. જો તમને આ એપ ઉપર વિશ્વાસ ન હોય તો ડાઉનલોડ ન કરવી જોઈએ.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો