NIFTY 9,491.25 -20.15  |  SENSEX 30,834.32 +-123.93  |  USD 64.5850 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ચૌરસિયા સતત બીજી વખત ઇન્ડિયન ઓપનમાં ચેમ્પિયન

ચૌરસિયા સતત બીજી વખત ઇન્ડિયન ઓપનમાં ચેમ્પિયન

 | 12:57 am IST

નવી દિલ્હી :

રવિવારે ભારતીય ગોલ્ફર એસએસપી ચૌરસિયાએ હીરો ઇન્ડિયન ઓપનનો ખિતાબ પોતાનાં નામે કર્યો હતો. આ સાથે જ ચૌરસિયા જ્યોતિ રંધાવા (૨૦૦૬,૨૦૦૭) બાદ સતત બીજી વાર ટાઇટલ જીતનાર બીજો ભારતીય અને જાપાનનાં કેન્જી હોશોઇશી (૧૯૬૭,૧૯૬૮) બાદ ત્રીજો ખેલાડી બન્યો છે. આ ચૌરસિયાનું છઠ્ઠુ એશિયન ટાઇટલ છે. આ ઉપરાંત હીરો ઇન્ડિયન ઓપનમાં સતત ત્રીજા વર્ષે કોઇ ભારતીય ગોલ્ફર વિજેતા બન્યો છે. આ પહેલાં ૨૦૧૫માં લાહિડી અને ૨૦૧૬માં ચૌરસિયા અહી વિજેતા બન્યો હતો. વિજેતા બન્યાં બાદ ચૌરસિયાએ જણાવ્યું હતું કે હું ખુબજ ખુશ છું. આ એક ખૂબ અઘરો કોર્સ છે. મને લાગે છે કે હું ખૂબ નસીબદાર છું. ચૌરસિયાને વિજેતા તરીકે ઇં૨,૯૧,૬૬૦નો ચેક આપવામાં આવ્યો હતો.