cheated-at-petrol-pump-remember-these-tips-to-get-full-fuel
  • Home
  • Business
  • પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવતા રાખો આટલી કાળજી, નહી તો થશે મોટુ નુકસાન

પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવતા રાખો આટલી કાળજી, નહી તો થશે મોટુ નુકસાન

 | 12:08 pm IST

પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતીંગ વધારો થયો છે. મોંઘવારી સામે સામાન્ય માણસ હેરાન-પરેશાન છે. આવામાં કેટલાક પેટ્રોલ પંપ પર ગ્રાહકોને છેતરવામાં આવે છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હાલમા પેટ્રોલ પંપ પર થતા ફ્રોડને અટકાવવા ચેતવણી આપી છે. દિલ્હીમાં 2014થી 2017 ડિસેમ્બર સુધી 785 મામલાઓ સામે આવ્યા હતા. પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા સાવચેતી રાખવી જોઈએ.આજે તમને જણાવીશુ કેટલીક ખાસ ટિપ્સ જેનાથી તમે છેતરપીંડિનો શિકાર થતા બચી શકશો.

મોટાભાગે લોકો રૂ. 100,200 અને 500નું પેટ્રોલ પુરાવે છે. કેટલીક વાર પેટ્રોલ પંપ પર રાઉન્ડ ફિગર મશીન પર સેટ કરી રાખે છે. આમાં છેતરાવાની વધારે શક્યતા છે. આથી તમે રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ન ભરાવો તેનાથી 10 કે 20 રૂપિયાનું વધારે પેટ્રોલ ભરાવો.

બાઈક કે કારની ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરાવવાથી ગ્રાહકને નુકસાન થાય છે. ઓછામાં ઓછી અર્ધી ટાંકી ભરેલી હોય ત્યારે પેટ્રોલ પુરાવો. માઇલેજ ચેક કરતા રહો. પેટ્રોલ ચોરી કરનારા હંમેશા પહેલા જ મીટરમાં હેરાફેરી કરે છે, જાણકારોના અનુસાર દેશમાં એવા કેટલાય પેટ્રોલ પંપ છે જે જુની ટેકનોલોજીથી ચાલે છે. આ પેટ્રોલ પંપ પર સરળતાથી હેરાફેરી કરી શકાય છે. માટે આધુનિક ટેકનોલોજીવાળા પેટ્રોલ પંપ પર જ પેટ્રોલ પુરાવો.

ડિઝિટલ મીટરથી ચાલતા પેટ્રોલ પંપ પરજ પેટ્રોલ પુરાવો. પેટ્રોલ પુરાવતા ઝીરો તો તમે જોઈ લો છો પણ રીડિંગ ક્યા અંકથી શરૂ થયુ તે ચોક્કસ જૂઓ. મીટરનું રીડિંગ સીધુ 10,15 કે 20થી શરૂ થાય છે. મીટરનું રીડિંગ ઓછામાં ઓછુ 3થી સ્ટાર્ટ થાય છે.

મોટાભાગે ગાડીમાં પેટ્રોલ પુરાવતી વખતે ગાડીમાંથી નીચે ઉતરતા નથી. તેનો ફાયદો પેટ્રોલ પંપના કર્મચારીઓ ઉઠાવે છે. પેટ્રોલ પુરાવતી વખતે મીટર પાસે ઉભા રહો.પેટ્રોલનું મીટર સ્પીડમાં ચાલે તો સમજી લેવુ કે કંઇક ગરબડ છે. પેટ્રોલ પંપના કર્મચારીને મીટર ઠીક કરવાનું કહો. આ બધીજ નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો છેતરપીંડિથી બચી શકાય છે.