Cheating in Gujarat Bin Sachivalay Exam, Congress allegation on State Government
  • Home
  • Featured
  • બિનસચિવાયલ પરીક્ષામાં ગોલમાલ! કોંગ્રેસે CCTV ફૂટેજ જાહેર કરી સરકાર પર કર્યા આકરા પ્રહાર

બિનસચિવાયલ પરીક્ષામાં ગોલમાલ! કોંગ્રેસે CCTV ફૂટેજ જાહેર કરી સરકાર પર કર્યા આકરા પ્રહાર

 | 12:34 pm IST

બિનસચિવાયલ પરીક્ષામાં થયેલ ગોલમાલને લઈ હવે વિપક્ષે રાજ્ય સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બિનસચિવાયલની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ રાજ્ય સરકાર પર લગાવ્યો છે.

કોંગ્રેસે બિનસચિવાયલની પરીક્ષાના વિવિધ કેન્દ્રમાં થતી ગેરરીતિના CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે. કોંગ્રેસ રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે બિનસચિવાયલની પરીક્ષામાં પેપર ફૂટ્યા છે. પરીક્ષાના પેપર ખુલ્લેઆમ બહાર ફરતા રહ્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં ભરતી કૌભાંડ ચાલે છે. સુરેન્દ્રનગરના બે સેન્ટરમાં ગેરરીતિ થઈ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત વર્ગખંડમાં એક વિદ્યાર્થી મોબાઇલ ફોનથી નકલ કરતા નજરે આવે એવા CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભરતી કૌભાંડ ચાલે છે. વર્ગખંડમાં ગેરરીતિ થઈ હોવાના CCTV સામે આવતા હવે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે અને આ સાથે પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરિક્ષાર્થીઓની પત્રકાર પરિષદ પહેલા સંદેશ ન્યૂઝ તેમની પાસે પહોંચ્યું. પરિક્ષાર્થીઓએ સંદેશ ન્યૂઝને જણાવ્યું કે સરકાર દ્વારા પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સ્વીકારવામાં તો આવી રહ્યું છે પરંતુ તે માટે કોઈ ચોક્કસ અને કડક પગલા લેવામાં આવતા નથી.

આ અંગે હવે પરીક્ષાર્થીઓના સવાલોના સરકાર પાસે કોઈ જવાબ નથી એમ લાગી રહ્યું છે. સરકારમાંથી કોઈ હરફ સુદ્ધા ઉચ્ચારવા તૈયાર નથી. પ્રાપ્ત માહિતી મુજબ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ અંગે કોઈ નિવેદન અથવા પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉપરાંત સરકારનો કોઈ નેતા ફોન પણ ઉપાડવા તૈયાર નથી. પરીક્ષાર્થીઓ જ્યારે ગૌણસેવા ઓફિસ ફરિયાદ લઈ પહોંચ્યા તો ત્યાં પરીક્ષાર્થીઓને રોકવામાં આવ્યા અને તેમની પહેલા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સંદેશના સળગતા સવાલ:

1-ક્યાં સુધી આવી રીતે પેપર ફૂટતા રહેશે?
2-ક્યાં સુધી પરિક્ષાર્થીઓ સાથે ક્રૂર મજાક થતો રહેશે?
3-રાત-દિવસ મહેનત કરનારા એવા પરિક્ષાર્થીનો શું છે દોષ?
4-ક્યારે પારદર્શક પરીક્ષા લેવામાં આવશે?
5-કોણ છે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ રીતે રમી જાય છે?
6-આ અંગે સરકાર દ્વારા ક્યારે પગલા લેવામાં આવશે?

  • બિન સચિવાલયમાં ખેલ !  079-26765485 પર ફોન કરી જણાવો આપનો અભિપ્રાય

બિનસચિવાયલ પરીક્ષા કૌભાંડ: સંદેશ ન્યૂઝ Live જોવા અહીં ક્લિક કરો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન